નખત્રાણાના નાયબ કલેકટર સૂરજ સુથાર પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે નવરાત્રી મહોત્સવમાં પહોંચ્યા
નખત્રાણાના નાયબ કલેકટર સૂરજ સુથારે વિજયાદશમીના દિવસે પાટીદાર વિધાર્થી ભવન ખાતે
શ્રી નખત્રાણા દક્ષિણ વિભાગ પાટીદાર સનાતન સમાજ દ્વારા રમાતા નવરાત્રી મહોત્સવમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે હાજરી આપી હતી અને માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે આયોજક સમાજના પ્રમુખ અરવિંદભાઈ રૂડાણી દ્વારા નાયબ કલેકટરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.