નખત્રાણાના પીઢ અગ્રણી અને પ્રખર ગૌસેવક
સામજી હરજી ધનાણીનું નિધન
નખત્રાણા પાટીદાર સમાજના પીઢ અગ્રણી સામજીભાઈ હરજીભાઈ ધનાણીનું સુ:ખદ અવસાન થયું છે, તેઓ 90 વર્ષના હતા.
નખત્રાણા ગૌસેવા કેન્દ્રમાં 24 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપી રહેલા સામજીભાઈ ધનાણીનું ઉંમરના કારણે આજે અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુણાતીતપુર ખાતે તેમના પુત્રને ત્યાં તેમણે છેલ્લા શ્વાસ છોડયા હતા.
નખત્રાણા નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવિણભાઇ ધનાણી, મણિલાલભાઈ ધનાણી અને ગંગારામભાઈ ધનાણીના પિતા એવા સામજીભાઈ ધનાણીએ નખત્રાણામાં 'સામજી હરજી ધાનાણી એન્ડ કુ.' નામે લાકડાની પેઢી શરૂ કરી હતી જે હાલમાં પણ સમગ્ર કચ્છમાં જાણીતી છે.
સદગતની અંતિમ યાત્રા આજે સોમવારે બપોર બાદ 4-30 કલાકે નખત્રાણામાં કૈલાસનગર ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળશે.