ગૌરવ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મંત્રી તરીકે કિરણબેન યોઞેશભાઇ પોકારની નિમણૂંક
કચ્છના કિરણબેન યોઞેશભાઇ પોકારની સતત બીજી વખત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રદેશ મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા અને નવનિયુક્ત ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલના વરદ્ હસ્તે તેમને આ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો.
કચ્છમાં મૂળ ખોંભડીના અને હાલમાં માધાપર રહેતા કચ્છ કોંગ્રેસના અગ્રણી યોગેશભાઈ પોકારના ધર્મપત્ની એવા કિરણબેન પણ યોગેશભાઈની જેમ કોંગ્રેસના આક્રમક લડાયક નેતા તરીકે સમગ્ર કચ્છમાં જાણીતા છે.
કચ્છમાં કોંગ્રેસના સંગઠન અને કાર્યક્રમોમાં આ પોકાર દંપતિ મોખરાની ભૂમિકા ભજવી રહયા છે. કોંગ્રેસના પ્રદેશ કક્ષાના સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂંક મેળવી કિરણબેન પોકારે કચ્છ કડવા પાટીદાર સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.