દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ કેસ અને તપાસમાં અલગ અલગ વળાંક આવતા જઈ રહ્યા છે. નવા-નવા પુરાવા અને ચેટ્સ એક તરફ અભેનિત્રી રિયા ચક્રવર્તી માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે તો કેસ હવે વધારે મોટો થતો જઇ રહ્યો છે. આ મામલે મંગળવારના સામે આવ્યું કે રિયા ચક્રવર્તીનું કથિત ડ્રગ કનેક્શન પણ છે. ત્યારબાદ મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલા ઈડીએ સીબીઆઈ અને નારકોટિક્સને પણ સૂચિત કર્યા છે.
જયા સાહાને નોટિસ
માનવામાં આવી રહ્યું છે કે નારકોટિક્સ બુધવાર અથવા ગુરુવારના આ મામલે બેઠક કરીને આગળની રણનીતિ બનાવશે. કથિત ડ્રગ કનેક્શનના સમાચાર આવ્યા બાદ દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, ‘આ એક ગંભીર ગુનો છે અને સીબીઆઈએ આની પણ તપાસ કરવી જોઇએ.’ તો ઈડીએ રિયા ચક્રવર્તીની ટેલેન્ટ મેનેજર જયા સાહાને પણ નોટિસ મોકલી છે.
સુશાંતને આપવામાં આવતા વધારે પડતા ડોઝ!
માનવામાં આવી રહ્યું છે કે ડ્રગ મામલે તેની પૂછપરછ થઈ શકે છે. ડ્રગ સાથે જોડાયેલી સૂચના બાદ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે, પ્રતિબંધિત દવાના કેસની તપાસ નારકોટિક્સ કરશે અને આનાથી ઇન્વેસ્ટિગેશનનો વ્યાપ વધશે. વકીલ વિકાસ સિંહે કહ્યું છે કે, “જ્યારે સુશાંત સિંહ રાજપૂતના પરિવારે એફઆઈઆર નોંધાવી ત્યારે એક ધારણા હતી કે સુશાંતને દવાઓનો વધારે ડોઝ આપવામાં આવી રહ્યો હતો, જે વધારે માનસિક સંતુલન બગાડી શકે છે.”
નારકોટિક્સ બ્યૂરો પણ કરશે તપાસ
તેમણે કહ્યું કે, “પરંતુ હવે જેમકે કેટલાક રિપોર્ટ્સથી સામે આવ્યું છે કે આ એક પ્રતિબંધિત દવા હતી. જો આ પ્રતિબંધિત દવા છે તો આ કેસ આત્મહત્યા માટે ઉશ્કેરવા અને હત્યા સુધી પહોંચશે. આ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનો પણ કેસ હશે. કાર્યવાહીનો વ્યાપ ઘણો જ વધી જશે.”