Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

IAS ચંદ્રેશ સાંખલાના ધર્મપત્ની ભૂમિકા સાંખલા પણ GPSC ની મામલતદારની પરીક્ષામાં બીજા ક્રમાંકે ઉત્તિર્ણ થયાં 620620 Views

IAS ચંદ્રેશ સાંખલાના ધર્મપત્ની ભૂમિકા સાંખલા પણ GPSC ની મામલતદારની પરીક્ષામાં બીજા ક્રમાંકે ઉત્તિર્ણ થયાં

કચ્છમાં લખપત તાલુકાના મૂળ ઘડુલી ગામના IAS ચંદ્રેશ સાંખલાના ધર્મપત્ની ભૂમિકા સાંખલાએ તાજેતરમાં GPSC દ્વારા લેવાયેલ મામલતદારની સેમી ડાયરેક્ટ પ્રમોશન એક્ઝામમાં સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમાંકે ઉત્તિર્ણ થઈ સમાજનું ગૌરવ વધાર્યું છે.
ભૂમિકા સાંખલા હાલમાં અમદાવાદ ખાતે SSRD માં નાયબ મામલતદાર તરીકે સેવા આપી રહ્યાં છે. ભૂમિકા સાંખલાએ આ પરીક્ષા માટે સરદારધામ ખાતે તાલીમ મેળવી હતી.
જ્યારે ચંદ્રેશ સાંખલા હાલમાં લખનૌ ખાતે ઈન્ડિયન રેલવેમાં IRTS ગ્રુપ A માં તાલીમ લઈ રહ્યા છે. IRTS અધિકારીઓ ભારતીય રેલ્વેના પરિવહન કામગીરીનું સંચાલન અને દેખરેખ રાખવાની કામગીરી સાથે સંકળાયેલા છે.
ઘડુલી ગામના આ સાંખલા દંપતિએ તેમના ક્ષેત્રમાં આ સિધ્ધી મેળવી સમગ્ર કચ્છ કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106