Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

નખત્રાણા APMC ના ચેરમેન તરીકે પુનઃ હંસરાજ પ્રેમજી કેશરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા629629 Views

નખત્રાણા APMC ના ચેરમેન તરીકે પુનઃ હંસરાજ પ્રેમજી કેશરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગરના જાહેરનામાથી એપીએમસી નખત્રાણાની નવી સમિતિની રચના કરવામાં આવતાં ચેરમેન તરીકે પુનઃ હંસરાજ પ્રેમજી કેશરાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.
આજે નખત્રાણા ખાતે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નખત્રાણાના ચૂંટણી અધિકારી અને સહકારી મંડળીઓના કચ્છ જિલ્લાના રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં યોજાયેલી સમિતિની બેઠકમાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નખત્રાણાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં આગામી બે વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે હંસરાજ પ્રેમજી કેશરાણી અને ઉપપ્રમુખ તરીકે પ્રવિણચંદ્ર કાંતિલાલ મહેતા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
અંગિયા નાના ગામના ખેડૂત અને સહકારી અગ્રણી હંસરાજ પ્રેમજી કેશરાણીની ચેરમેન તરીકે પુનઃ વરણી થતાં એપીએમસી નખત્રાણાનું નિર્માણ કાર્ય હવે ઝડપથી પુરું થશે એવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણી સહિતના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને બંને પદાધિકારીઓને અભિનંદન આપ્યા હતા.
નખત્રાણા એપીએમસીની મુદ્ત પૂર્ણ થયાને મહિના થયા છતાં ચેરમેનની નવી નિમણુંક અંગે ગાંધીનગર કક્ષાએથી કોઈ નિર્ણય ન લેવાતાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નખત્રાણાનું નિર્માણ કાર્ય પણ ઠપ્પ થઈ ગયું હતું તે અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ એક અઠવાડિયામાં જ નવી રચના અંગે કાર્યવાહી થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106