Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામનો ૧૦ મો વાર્ષિક પાટોત્સવ સાદગીથી ઉજવાયો434434 Views

શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામનો ૧૦ મો વાર્ષિક પાટોત્સવ સાદગીથી ઉજવાયો

આજરોજ તારીખ ૨૩/૫/૨૦૨૧ ના રોજ શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન સંસ્કારધામ - દેશલપરનો ૧૦ મો વાર્ષિક પાટોત્સવ કોરોના મહામારી વચ્ચે સાદગીથી ઉજવવામાં આવ્યો હતો.
સવારના સ્વ.પાનબાઈ શામજી અમૃતિયા પરિવાર કલ્યાણપર હાલે મુંબઈ નિવાસીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના માર્ગદર્શક સંત સ્વામી વૃંદાવન વિહારી દાસજી તેમજ સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભગવાન પર અભિષેક વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિષ્ણુ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં યજમાન પદે શ્રી મોહનભાઈ જે. ચોપડા, રમેશભાઈ બી. ધોળુ અને અતુલભાઇ કે. ભગત દંપતી રહ્યા હતા.યજ્ઞના આચાર્યપદે મંદિરના પૂજારી જયદીપ મહારાજે  યજ્ઞ વિધિ સંપન્ન કરેલ હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી જેઠાભાઇ ચોપડા, ઉપપ્રમુખશ્રી ગંગારામભાઈ રામાણી અને ડો. પ્રેમજીભાઈ ઘોઘારી, ટ્રસ્ટીશ્રી કરસનભાઈ મેઘાણી અને મોહનભાઈ રામજીયાણી, ખજાનચી શ્રી કલ્યાણજીભાઈ છાભૈયા, સહ ખજાનચી શ્રી કિરીટભાઈ ભગત, મંત્રીશ્રી પ્રોફેસર કે. વી. પાટીદાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 
 
 
 
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106