Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ભારતીય બેટ્સમેન લોકેશ રાહુલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને કરી આ વાત કહ્યુ કે…343343 Views

ભારતીય ટીમના બેટ્સમેન લોકેશ રાહુલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભરપેટ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે મહાન વિકેટકીપર-બેટ્સમેન ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ બહાર લાવનાર આ દિગ્ગજ ખેલાડીમાંથી હંમેશા પ્રેરણા મળી છે. ધોની 15 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો અને આ સાથે તેની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકીર્દિનો અંત આવ્યો.

 આઈપીએલના Twitter ઓફિશિયલપર શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલે કહ્યું કે, ‘ધોની સાથે રમવું અને દરરોજ તેની પાસેથી કંઇકને કંઅક શીખવું એ સન્માનની વાત છે. મહેન્દ્ર સિંહ ધોની પાસેથી જે પણ શીખ્યો હું મારા આખા જીવન અને કારકિર્દીમાં તેને યાદ રાખીશ. એવા ઘણા પ્રસંગો બન્યા છે જ્યારે આપણે પિચ પર સારી ભાગીદારી કરી હોય.
 

રાહુલે કહ્યું, ‘ધોનીની અંદર જે શાંતિ છે અને જે રીતે તે પોતાના ખેલાડીઓમાં શ્રેષ્ઠ લાવવા માટે જાણે છે તેમાંથી તે કંઇક શીખવા માંગે છે.’ 

રાહુલ આઈપીએલની આગામી 13મી સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાન સંભાળશે. આ વખતે કોવિડ -19 ને કારણે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં યોજાશે. 

રાહુલે કહ્યું કે ટીમના નવા કોચ અનિલ કુંબલેએ તેમનું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહ્યું, ‘અનિલ ભાઈએ મને ખૂબ મદદ કરી કારણ કે તેમની સાથે મેદાનની બહારની મિત્રતા પણ સારી છે, અમે એક જ રાજ્યના છીએ અને તેણે કેપ્ટન તરીકે મારું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. રાહુલે કહ્યું, ‘હું જાણું છું કે અનિલ કુંબલે વધુ વ્યૂહરચના બનાવશે અને મારે ફક્ત મેદાનમાં ઉતરીને તેનો અમલ કરવાનો રહેશે.’

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106