યક્ષપ્રશ્ન : કેન્દ્રીય સમાજની આન,બાન અને શાન જાળવવાની જવાબદારી કોની?
સતાલાલચૂઓ ગમે તે 'સમાધાન' કરતાં પહેલાં વિચારે...
વાંઢાયના કલંકિત એપિસોડ બાદ ગઈકાલે સંસ્કારધામ ખાતે પણ ધારણા મુજબ જ આગલા દિવસનું એક્શન રી-પ્લે ભજવાયું ! કેન્દ્રીય સમાજના નીતિ-નિયમો અને આદેશ માનવાનો ધરાર ઈન્કાર કરી પોતાનું ધાર્યું જ કરનાર હંસરાજ દેવજી ધોળુ અને ગંગારામ રામાણીના નેતૃત્વવાળી સંસ્થામાં રહેવાની સંમતિ આપનાર સમાજના સત્તા લાલચૂ ચહેરાઓ હવે ખુલ્લા પડી રહ્યા છે…
રમેશભાઈ વાગડિયા કરી શકે છે તો તમને કોઈ ના પાડે છે?!
સમાજમાં સત્તા લાલચુ લોકોની કોઈ કમી નથી. સત્તા માટે આપણા આગેવાનો ગમે તે હદે જઈ શકે છે. તમારો અંતરાત્મા જો આવા સમયે ડંખતો ન હોય તો તમારા સામાજીક ઉછેરમાં ક્યાંક ખામી છે તે દેખાઈ આવે છે. પ્રખર સનાતની રમેશભાઈ વાગડિયાનું નામ પણ સંસ્કારધામમાં કારોબારી સભ્ય તરીકે બોલાયું હતું પણ તેમણે તુરત જ તેનો અસ્વીકાર કરી જ્યાં સુધી સમાજના ગુનેગારો સાથેની મડાગાંઠ ઉકેલાય નહીં ત્યાં સુધી આ પદ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
સવાલ એ છે કે, જે રમેશ વાગડિયાએ કર્યું તે બીજાને કેમન સૂઝયું? હોદ્દા મેળવવા માટે તલસતા બીજા સત્તા લાલચુ લોકોને જવા દયો, પણ કેન્દ્રીય સમાજ સાથે સંકળાયેલા લોકો પણ આ લાલચમાંથી મુક્ત રહી શકતા ન હોય ત્યાં શું સમજવું? ક્યાં જઈ રોવું?
કેન્દ્રીય સમાજના હોદ્દેદારોને આ જરાયે શોભતું નથી...
કેન્દ્રીય સમાજમાં પ્રમુખ અબજીભાઈ કાનાણી, ઉપપ્રમુખ મણિલાલ ભગત, ગોપાલભાઈ ભાવાણી, ટ્રસ્ટી રામજી કરમશી નાકરાણી, મંત્રી પ્રવિણ ધોળુ અને યુવા સંઘના મહામંત્રી મોહન ધોળુ સહિતના પ્રમુખ કાર્યકરો આ કલંકિત સૂચીમાં છે તે જાણી ભારતભરના જ્ઞાતિજનો કેટલી વેદના અનુભવતા હશે? સામાન્ય કાર્યકર કે જ્ઞાતિજનની લાગણીની કેમ આ લોકોને કોઈ જ પરવા નથી?
...તો કેન્દ્રીય સમાજનો હુકમ કોઈ નહીં માને
પ્રમુખ અબજીભાઈ કાનાણીને કારણે બીજા લોકો એવું વિચારે છે કે પ્રમુખ સાહેબ કરશે તે પ્રમાણે આપણે પણ કરશું ! સમાજમાં આ પ્રકારની નીતિમતાની કટોકટી સર્જાઈ છે ત્યારે સમાજમાં ધડો બેસે તેવી કાર્યવાહી મોવડી મંડળે કરવી જ જોઈએ. જો તમે આમાં નિષ્ફળ રહેશો તો કેન્દ્રીય સમાજ જેવું રહેશે જ નહીં. બધા ‘સુબેદારો’ પોતપોતાની રીતે જ વર્તવાના છે !
તમારા અંતરાત્માને જરા ઢંઢોળો...
તમારા અંતરાત્માને ઢંઢોળવાનો આ સમય છે. જો તેમાં નિષ્ફળ રહેશો તો ભાવિ પેઢી તમને ક્યારેય માફ નહીં કરે... બાકી, છેલ્લા બે દિવસમાં સમાજે એ પણ જોયું કે, પૈસાવાળા લોકોને હોદ્દા આપવાનો ટ્રેન્ડ પુરબહારમાં શરૂ થયો છે. આ ક્યાં જઈ અટકશે તેની તો ખબર નથી પણ ભગવાન સૌને બચાવે...