Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

લખપત તાલુકા કડવા પાટીદાર યુવા સંગઠનના આર્યન ખેલ મહોત્સવનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ 9292 Views

લખપત તાલુકા કડવા પાટીદાર યુવા સંગઠનના આર્યન ખેલ મહોત્સવનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ 

શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આવતીકાલે 3 નવેસરથી ભવ્ય આર્યન ખેલ મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 6 નવેમ્બર સુધી ચાલનારા આ ખેલ મેળાવડામાં લખપત તાલુકાના 9 ગામના ભારતભરમાં રહેતા 2250 જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. 
બહાર ગામના સ્પર્ધકોનું આગમન શરૂ
આર્યન ખેલ મહોત્સવને લઈને સ્પર્ધકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અને આજે પડવાના દિવસથી જ બહાર ગામના સ્પર્ધકોનું આગમન શરૂ થઈ ગયું છે.
મહોત્સવના પ્રારંભે ભવ્ય શોભાયાત્રા નીકળશે 
સમાજની નવી પેઢીને માદરે વતન સાથે જોડવાના ઉદ્દેશ સાથે તાલુકા કક્ષાનું આ વિરાટ આયોજન કરવામાં આવ્યું છે. લખપત તાલુકાના સરહદી સિયોતના યુવાનોએ ગયા વર્ષે દિવાળી વતનમાં ઉજવી હતી અને ભવ્ય રમતગમત મેળાવડાનું આયોજન કર્યું હતું. તેમાં સફળતા મળતાં આ દિવાળી પર લખપત તાલુકાનો આર્યન ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
આવતીકાલે બપોર બાદ મુખ્ય ગ્રાઉન્ડથી ઉમિયા માતાજી મંદિર સુધીની ભવ્ય શોભાયાત્રા યોજાશે જેમાં નવ ગામના સમાજના અને યુવા સંઘના આગેવાનો સાથે સ્પર્ધકો પણ જોડાશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
4 નવેમ્બરના યોજાશે ઉદ્ઘાટન સમારોહ 
4 નવેમ્બરના સવારના ખેલ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને વિવિધ સ્પર્ધાઓને ખુલ્લી મુકવામાં આવશે. સાંજે 5.00 વાગ્યાથી નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત થશે.
વોલીબોલ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 
ત્રીજા દિવસે એટલે કે તારીખ 5/ 11 /2024 ના પુરો દિવસ અલગ અલગ મેદાનોમાં રમતગમત સ્પર્ધાઓ યોજાશે અને સાંજે 5.00 વાગે વોલીબોલ ટુર્નામેન્ટ અને 10:00 વાગે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે.
સમાપન સમારોહમાં રમતવીરો અને દાતાઓના સન્માન થશે 
તારીખ 6 /11/ 2024 ના સવારમાં ક્રિકેટની સેમિફાઇનલ અને ફાઇનલ રહેશે અને બપોર બાદ 3.00 કલાકે રમતવીરોને એવોર્ડ અને દાતાશ્રીના સન્માનનો કાર્યક્રમ યોજાશે. આજ દિવસે સાંજે 9:00 કલાકે ભવ્ય રાસ-ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 
યુવા સંગઠનની ટીમ જહેમત ઉઠાવી રહી છે 
આયોજનને સફળ બનાવવા હસમુખ વિશ્રામભાઈ લીંબાણીના અધ્યક્ષસ્થાને અને નરેશ મણિલાલ પારસિયાના મુખ્ય કન્વીનરપદે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેના સભ્યો મહોત્સવને સફળ બનાવવા દિવસોથી જહેમત ઉઠાવી રહ્યા છે.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106