વિદર્ભમાં રચાયું ગોકુળ : શ્રી કચ્છ પાટીદાર સમાજ લકકડગંજ નાગપુર દ્વારા જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી.
તા.૩૦/૮/૨૦૨૧ ને રવિવારના શ્રી કચ્છ પાટીદાર સમાજના પ્રાંગણમાં કોરોના કાળમાં સરકારશ્રીના નિયમોને આધીન સમાજની ત્રણે પાંખોના સંયુક્ત સથવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અતિ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવેલ. આ શુભ પ્રસંગે પૂજામાં બેસનાર ખુશ્બુ રૌનક નાનજીભાઈ લીંબાણી (ઘડાણી હાલે નાગપુર),લીના કિરણ હરિલાલ પોકાર(આણંદપર હાલે નાગપુર) અને કાનજીના રૂપમાં જૈનિસ રાહુલ તુલસીદાસ ભાવાણી રહેલ. કાનાજીના જન્મની સાથે કાનાજીના નામના જય જયકારથી સંપૂર્ણ પરિસર ગુંજી ઉઠેલ. અતિ હર્ષોલ્લાસમાં ભજન ,કીર્તન સાથે રાસલીલા રાખવામાં આવેલ.
પરોઢિયે પાંચ વાગ્યા સુધી કાન્હાના ભજનો ગવાયાં...
કૃષ્ણ જન્મ બાદ ભગવાનના આશીર્વાદરૂપે બે દંપતિઓએ દુધરૂપી અમૃત ગ્રહણ કરીને ભગવાનના આશીર્વાદ મેળવેલ,જેમાં વૈશાલી રોહિત ઘનશ્યામ નાકરાણી અને ઘ્વની દુર્ગેશ છગનભાઇ સુરાણી રહેલ. પુરી રાત કાન્હાના ભજન સાથે પરોઢિયે 5 વાગ્યે કાનજીને લઈને લીના કિરણ હરિલાલ પોકાર અને ખુશ્બુ રૌનક નાનજીભાઈ લીંબાણીને ઘેર પધરામણી કરવામાં આવેલ. મહારાજશ્રી દ્વારા પૂજા અર્ચના કરી ઉપસ્થિત સૌએ પ્રસાદ ગ્રહણ કરેલ .ઓછી હાજરીમાં પણ પ્રસંગને સંપૂર્ણ વિધિ વિધાનથી ઉજવવામાં આવેલ.