બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અનેક વાર સાબિત કરી ચુકી છે કે તે પીએમ મોદીની મોટી ફેન છે. નરેન્દ્ર મોદીના વખાણ કરવાની એક તક કંગના છોડતી નથી. અવાર નવાર કંગની સોશિયલ સાઈટ્સ પોસ્ટમાં પીએમ મોદીને સ્થાન મળ્યું છે. તાજેતરમાં તો કંગનાએ વડાપ્રધાનની અને પોતાની એક તસ્વીર પોસ્ટ કરીને મોદીને સૌથી તાકાતવર નેતા કહ્યા છે.
ધરતીના સૌથી તાકાતવાન માણસ છે મોદી
કંગનાનું ફેમિલી રાજકારણ સાથે જૂનો નાતો ધરાવે છે
કંગના તેના ફિલ્મો અને અભિનયને લઈને જેટલી ચર્ચા રહે છે એટલી જ ચર્ચા તેની સોશિયલ સાઈટ્સ પોસ્ટની થાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં કંગનાને રાજકારણમાં રસ હોવાના સવાલ થયા હતા ત્યારે કંગનાએ એક્ટિગને તેનો પહેલો પ્રેમ કહીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. જોકે કંગનાની પોસ્ટ અને નિડરતા, ચપળતા, ચાલાકી વાસ્તવમાં એક નેતાને શોભે એવા છે. ઉલ્લેખનીય છે કે કંગનાનું ફેમિલી રાજકારણ સાથે જૂનો નાતો ધરાવે છે. તેના દાદા15 વર્ષ સુધી કોંગ્રેસના MLA રહ્યા છે.