મહા ઝુંબેશ : શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર દ્વારા યોજાયેલા નિઃશુલ્ક કોરોના રસીકરણ કેમ્પમાં ૬૦૦ લોકોએ લાભ લીધો.
આજ રોજ તારીખ 17-09-2021 શુક્રવારના શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર દ્વારા ઉમિયા ભવનના પ્રાંગણમાં બૃહદ બેંગલોર મહાનગર પાલિકાના સહયોગથી સમાજના સભ્યો, સો મીલના કર્મચારીઓ તેમજ જાહેર જનતા માટે કોરોના રસીકરણના નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ 600 સભ્યોને કોરોના રસીના ડોઝ આપવામાં આવેલ.
યુવક મંડળનું બેનમૂન આયોજન
દક્ષિણ કર્ણાટક ઝોનમાં સૌથી મોટી એવી શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ બેંગ્લોર સમાજના પ્રમુખ દામજીભાઈ હળપાણી તથા ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વાઘડીયા, યુવક મંડળના પ્રમુખ પ્રવિણભાઈ પોકાર તથા મહામંત્રી દિનેશભાઈ હળપાણી તથા તેમની ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યાર સુધી ૧૬૦૦ જણા લાભ લઈ ચૂક્યા છે
ખરેખર યુવા મંડળે અતિ સુંદર આયોજન સાથે સરાહનીય કામગીરી કરી છે. આ સમાજમાં અત્યાર સુધી ટોટલ 1600 સભ્યોને પ્રથમ તથા બીજો ડોઝ આપવામાં આવેલ છે. આવા આયોજનો દરેક ઘટક સમાજોમાં થવા જોઈએ. આ સમાજ ઝોન સમાજની માતૃ સમાજ છે. દરેક કાર્યકર્તાઓને દક્ષિણ કર્ણાટક ઝોન સમાજ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.