કોરોના કાળમાં રિયલ હીરો બનેલા સોનૂ સૂદે પ્રવાસી શ્રમિકોને લઈને રાત દિવસ એક કર્યા છે. દિવસે દિવસે વિવિધ પ્રકારે મદદ કરતો રહ્યો છે. ત્યારે વધુ એક મહત્વની જાહેરાત કરી છે. જેના પગલે શ્રમિકોમાં ખુશી જોવા મળી છે. સોનૂ સૂદે સોમવારે ઘોષણા કરી હતી કે તે ૨૦,૦૦૦ પ્રવાસી શ્રમિકોને નોયડામાં આવાસ પ્રદાન કરવાનો છે.
સૂદે વધુમાં કહ્યું હતું કે, શ્રમિકોના રહેઠાણના આસપાસના ક્ષેત્રોમાંના કપડાના કારખાનામાં પણ રોજગાર પ્રદાન કરવામાં આવશે. સોનૂએ જણાવ્યું હતું કે, મને ખુશી છે કે હવે હું ૨૦,૦૦૦ પ્રવાસી શ્રમિકોને ઘર આપવાની તજવીજમાં છું. પ્રવાસી રોજગારના માધ્યમથી નોયડામાં પરિધાન ફેક્ટરીઓમાં નોકરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા સુદે શ્રમિકો માટે રોજગાર આપવાનો પોર્ટલ લોન્ચ કર્યું હતું. બહુ જ સમજી વિચારીનેઆ યોજના તૈયાર કરવામાં આવી છે. ગરીબી રેખાઓની નીચે જીવવાવાળા, ખાનગી સંગઠનો, પરોપકારી સંગઠનો, સરકારી અધિકારીઓ, તેમજ જેઓ પરપ્રાંતીયો હતા તેમને પણ નોકરી આપવાનું વચન આપ્યું હતું.