Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

માતૃવંદના : થરાવડા મહિલા મંડળ દ્વારા સમાજની ૬૦ વર્ષ ઉપરની માતાઓની આરતી ઉતારી પૂજન કર્યું... વડીલોનું પણ સન્માન કરી આદરભાવ વ્યક્ત કર્યો...523523 Views

માતૃવંદના : થરાવડા મહિલા મંડળ દ્વારા સમાજની ૬૦ વર્ષ ઉપરની માતાઓની આરતી ઉતારી પૂજન કર્યું... વડીલોનું પણ સન્માન કરી આદરભાવ વ્યક્ત કર્યો...

તા.15 -10-21, શુક્રવાર - દશેરાના પાવન પર્વના દિવસે શ્રી થરાવડા પાટીદાર મહિલા મંડળ દ્વારા પ્રમુખશ્રી સોનલબેન શેઠિયાના નેતૃત્ત્વમાં "માતૃવંદના" કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.સૌ પ્રથમ પધારેલ આમંત્રિત મહેમાનો તેમજ માતાઓમાં સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ...દીપ પ્રાગટ્ય બાદ સોનલબેન શેઠિયા દ્રારા પધારેલ મહેમાનો , માતાઓ તથા પધારેલા દરેક મહાનુભાઓનું શાબ્દિક સ્વાગત સાથે આજના આયોજનનું મહત્ત્વ સમજાવવામાં આવેલ કે હમણાં હમણાં જ આપણે નવરાત્રી જેવો પવિત્ર પર્વ ઉજવ્યો..આ દિવસો દરમ્યાન આપણે માતાજીને પ્રસન્ન કરવા તેની સ્તુતિ , પ્રાર્થના , ઉપાસના કરી આરતી ઉતારીએ છીએ..ડુંગરાવાળીને રીઝવવા પગે ચાલીને માથુ ટેકવવા જઈએ છીએ...તો આજે આપણી ઉંબરાવાળી માતાઓ કે જે સાક્ષાત શક્તિ સ્વરૂપા માઁ જગદંબા સમાન છે..પાટીદાર જ્ઞાતિની સમૃધ્ધિનો જે આધાર સ્તભ છે..આજે આપણી સમૃધ્ધિ ચાહે આર્થિક હોય યા સંસ્કારિક આપણી માતાઓ થકી જ ટકી રહી છે. આવી માતાઓને આપણે ઘરમાં પણ હંમેશા પ્રસન્ન રાખવી જોઈએ .અને વાર તહેવારે સમાજમાં પણ એમના આવા સન્માન કરતા રહેવું એ આપણી ફરજ બને છે..

આ "માતૃ વંદના" કાર્યક્રમ માં 70 વરસ થી ઉપરની માતાઓનું કુમ કુમ તિલક અને શ્રીફળ દ્રારા સન્માન કરવામાં આવેલ..60 વરસ ની ઉપર ની તમામે તમામ માતાઓની વહુઓ દ્રારા આરતી ઉતારવામાં આવેલ.. સાથે સાથે અત્રે ઉપસ્થિત વડીલ બાપાઓની પણ આરતી ઉતારી વડીલ વંદના કરી ધન્યતા અનુભવી હતી..આ સમયે વાતાવરણ ખરેખરું ભાવવિભોર બન્યું હતું..સૌ જનો ગદગદીત થઇ ગયેલ..

ત્યારબાદ આ ગામની વિશિષ્ટ શક્તિ ધરાવનાર નારીઓનું વિશષ્ટ નારી શક્તિ તરીકે સન્માનિત કરવામાં આવેલ..

આમંત્રિત પધારેલ સમાજના ઉપપ્રમુખ વાડીલાલભાઈ ભાવાણી , મંત્રી નરસિંહભાઈ શેઠિયા , યુવક મંડળ ના પ્રમુખ સુરેશભાઈ પરવાડીયા , મંત્રી ચંદુભાઈ દિવાણી વગેરે દરેક મહેમાનોનું સન્માન કરવામાં આવેલ..સમાજના ઉપપ્રમુખ વાડીલાલ ભાઇએ પોતાના આર્શીવચનમાં પ્રાસંગિક ઉદ્દબોદન કરેલ..

આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા મંડળની પુરી ટીમે , યુવક મંડળના સાથ સહકારથી જહેમત ઉઠાવી હતી....

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106