સમાજ નાનો પણ ઉત્સાહ મોટો ! : ઉતર ગુજરાતના નંદાસણ સમાજ દ્વારા નવરાત્રી અને શરદપૂનમની ઉત્સાહભેર ઉજવણી...ત્રણેય પાંખની નવી કારોબારી રચાઈ...
સરકાર શ્રી ની ગાઈડ લાઈન પ્રમાણે નવરાત્રી મહોત્સવ ઉજવેલ. દશેરાના સમૂહ ભોજન આયોજન કરેલ અને માતાજીની વિદાય આરતી ગાઇને નવરાત્રિનો મહોત્સવ સંપન્ન કરેલ. નવરાત્રી મહોત્સવમાં સમાજના બધા જ સભ્યો સાથ આપેલ, પરંતુ યજમાન શ્રી દેવશીભાઈ પોકાર પરિવારનું ખૂબ ઉમદા કાર્ય રહેલ.. નવરાત્રી દરમિયાન સાફ-સફાઈ તેમજ અન્ય વ્યવસ્થા ને તેમનો ખૂબ સાથ અને સહકાર મળ્યો.
વિવિધ રમતોનું સુંદર આયોજન
શરદ પૂર્ણિમા તા.૨૦/૧૦/૨૦૨૧ ને બુધવારે રાત્રે ૮:૦૦ કલાકથી યુવા મંડળ આયોજિત રમત ગમત જેમકે સંગીત ખુરશી, દોરડા ખેંચ, ટોપી રમત, જેવી રમતોનું સુંદર આયોજન કરેલ, આ રમતો યુવા મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ ચૌધરી અને તેમના સાથી મિત્રો દ્વારા રમાડવામાં આવેલ. જેમાં નાના બાળકો થી માંડીને વડીલો એ પણ ભાગ લીધેલ.
તા. ૨૧/૧૦/૨૦૨૧ નાં રોજ નંદાસણ સમાજ ની વાર્ષિક સામાન્ય સભા બપોર પછી ૩:૦૦ વાગે મળેલ. જેમાં સમાજ ના મંત્રી શ્રી નરસિંહભાઇ રંગાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને હિસાબોનું વાંચન કરેલ જેને બધા સભ્યોએ બહાલી આપેલ.
શ્રી નંદાસણ ક.ક. પાટીદાર સનાતન સમાજની નવી કારોબારી
પ્રમુખ શ્રી: રાજેશભાઈ રતનશીભાઈ પોકાર
ઉપપ્રમુખ શ્રી: હરેશભાઈ ખીમજી ભાઈ સાંખલા
મહામંત્રી શ્રી: નરસિંહભાઈ ડાહ્યાભાઈ રંગાણી
સહમંત્રી શ્રી: રામજીભાઈ હરજીભાઈ હળપાણી
ખજાનચીશ્રી: જયંતીભાઈ પ્રહલાદભાઈ માકાણી
ઓડિટર શ્રી: શામજીભાઈ નાનજીભાઈ વાગડિયા
કારોબારી સભ્યશ્રી: જીતેન્દ્ર ભાઇ દેવશીભાઇ પોકાર
કારોબારી સભ્યશ્રી: વિશ્રામભાઇ વાલજીભાઈ માકાણી
પાટીદાર યુવા મંડળની નવી કારોબારી
પ્રમુખ શ્રી: દિલીપભાઈ રવજીભાઈ ચૌધરી
ઉપપ્રમુખ: રીકીનભાઈ ધરમશીભાઈ પોકાર
મંત્રીશ્રી: મેહુલ ભાઈ નરસિંહભાઈ રંગાણી
સહમંત્રી શ્રી: જીગ્નેશભાઈ જયંતિ ભાઈ માકાણી
ખજાનચી શ્રી: જીતેન્દ્રભાઈ માવજીભાઈ વાગડિયા
કારોબારી સભ્ય શ્રીઓ :
૧: દિનેશભાઈ માવજીભાઈ નાકરાણી
૨:જીગ્નેશભાઈ હંસરાજભાઈ સેંઘાણી
૩: જૈમિનભાઈ રાજેશભાઈ પોકાર
૪: નરેન્દ્રભાઈ કાંતિભાઈ સાંખલા
૫: સુધીર ભાઈ જેઠાભાઈ રંગાણી
મહિલા મંડળની નવી કારોબારી
પ્રમુખ: જયાબેન રાજેશભાઈ પોકાર
ઉપપ્રમુખ: મીનાક્ષીબેન ભરતભાઈ સાંખલા
મંત્રી: શર્મિષ્ઠાબેન દિલીપભાઈ ચૌધરી
સહમંત્રી: પ્રિયાબેન જીતેન્દ્રભાઈ વાગડિયા
ખજાનચી: હેમલતાબેન કાંતિભાઈ હળપાણી
કારોબારી સભ્યશ્રીઓ:
૧: રમીલાબેન રસિકભાઈ માકાણી
૨: ભાવનાબેન હંસરાજભાઈ સેંઘાણી
૩: હેમાબેન વિનયભાઈ પોકાર
૪: અલ્પાબેન મેહુલભાઈ રંગાણી
૫: મનિષાબેન રાજેશભાઈ પોકાર
૬: વસંતાબેન નારણભાઈ પોકાર
|