Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

શ્રી દક્ષિણ કર્ણાટક ઝોન સમાજની વાર્ષિક સભામાં કોરોના વોરિયર્સ અને વિશેષ મહાનુભાવોનું સન્માન...નવી કારોબારીએ વિધિવત ચાર્જ સંભાળ્યો...392392 Views

શ્રી દક્ષિણ કર્ણાટક ઝોન સમાજની વાર્ષિક સભામાં કોરોના વોરિયર્સ અને વિશેષ મહાનુભાવોનું સન્માન...નવી કારોબારીએ વિધિવત ચાર્જ સંભાળ્યો...

તા. 24.10.21 ને રવિવારે બેંગ્લોરમાં કડવા પાટીદાર સમાજ કે. આર. પુરમના યજમાનપદે સમાજવાડી ભવનમાં શ્રી દક્ષિણ કર્ણાટક ઝોનની સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ પ્રથમ મહામંત્રી શ્રી વસંતભાઈ ગોરાણી ઉડપી દ્વારા સર્વે પ્રતિનિધિઓ તથા સલાહકારોને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવેલ તેમાં દરેક સભ્યોનું ફુલ આપી દ. ક. ઝોન નો બિલો લગાવી અને તેમના સ્થાન સુધી દોરી જવાનું કામ સ્થાનિક સમાજના યુવાન મિત્રોએ સુંદર રીતે કર્યું હતું.

આજની સભામાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સમાજ દ્વારા નિમાયેલા ઝોન પ્રભારી એવા વિનયકાંતભાઈ પ્રેમજીભાઈ રવાણી હાજર રહ્યા હતા.
ત્યાર બાદ હોદેદાર વડિલો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવેલ અને સ્થાનિક સમાજની બહેનો દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ છેલ્લા બે વર્ષમાં આપણાં સ્વજનો તેમાં આ સંસ્થાના સ્થાપક પ્રમુખ એવા પ્રેમજીભાઈ લીંબાણી જેવા અનેક સ્વજનો ગુમાવ્યા તેમના આત્માને શાન્તિ માટે સૌએ દિલથી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ સ્થાનિક સમાજના પ્રમુખ શ્રી એવાં શંકરભાઈ રવાણી દ્વારા પોતાના આંગણે પધારેલ સર્વે ભાઈ બહેનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું તથા સંભારણા રૂપે દરેક વ્યક્તિને એક પેન આપવામાં આવી હતી તથા સ્થાનિક સમાજની શરૂઆતથી અત્યાર સુધીની માહિતી મહામંત્રી શ્રી પુરસોતમભાઈ નાકરાણી દ્વારા આપવામાં આવી હતી. પ્રતિનિધિ તથા સલાહકારો ને ભેટ સ્વરૂપે ફોલ્ડર ફાઈલ આપેલ તેનું વિમોચન પ્રમુખ શ્રી શંકરભાઈ રવાણી તથા તેમનાં વડિલ એવાં ધરમશીભાઈ ચૌહાણ તથા ઝોન સમાજના પ્રમુખશ્રી ચીમનભાઈ લીંબાણી દ્વારા કરવામાં આવેલ હતું. 
કેન્દ્રીય સમાજમાં નિમણૂંક પામેલાનું સન્માન
અતિથિ વિશેષ સન્માનમાં સૌ પ્રથમ આ ઝોનના ઉપપ્રમુખ એવાં વિશ્રામભાઈ છાભૈયાને કેન્દ્રીય સમાજમાં ટ્રસ્ટી તરીકે નિમણૂંક થવાથી તેમનું સન્માન ઝોન સમાજ ના પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તથા આ ઝોનના પ્રભારી તરીકે શ્રી સમાજ દ્વારા નિમણૂંક કરી છે તેઓને આ સભામાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું અને હાજર રહ્યા હતા તેમનું સન્માન ઝોનના ઉપપ્રમુખશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઝોનના સહ પ્રભારી તરીકે નિમાયેલા વસંતભાઈ ગોરાણીનું સન્માન ખજાનચી પુરસોતમભાઈ વેલાણી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાનિક યજમાન સમાજના પ્રમુખનું સન્માન ઝોન ના આઈ પી પી એવાં ખીમજીભાઈ પોકાર દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવાસંઘમાં કાઉન્સિલ પ્રમુખ તરીકે વરાયેલા વિનોદભાઈ ભાવાણીનું સન્માન રીજીયન I I P ચેરમેન એવાં પ્રતાપભાઈ લિંમબાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
કોરોના વોરિયર્સનું વિશેષ સન્માન...
ત્યાર બાદ આ ઝોનના હોદેદારોને વિચાર આવ્યો કે આ કોરોનાની મહામારીના સંકટ સમયે જે ડોક્ટરો આપણી જ્ઞાતિના આ ઝોનના સભ્ય હોય તેમને દવાખાને વોરિયર્સ તરીકે સેવા આપી હોય અને કોઈ પણ વ્યક્તિએ આ સમયે ઉમદા કાર્ય ન ભુલાય તેવા સભ્યોનું સન્માન પ્રમાણપત્ર, સાલ અને બુકેથી ઝોન ના હોદેદારો દ્વારા પાંચ ડોક્ટરો તથા ત્રણ વ્યક્તિ વિશેષ ના સન્માન કરવામાં આવ્યાં હતાં. આ બધાની માહિતી એકત્ર કરી તેમણે ક્યાં સેવા આપી તથા તેઓનો બાયોડેટા વગેરેનું સંકલન એન્કર હિતેશકુમાર લીંબાણી દ્વારા કરવામાં આવ્યું હતું.
સમાજની ગતિવિધિની જાણકારી અપાઇ...
 ત્યાર બાદ ગત સામાન્ય સભાની મિનિટ્સ બૂકનું વાચન મંત્રી પરબતભાઈ સાંખલા દ્વારા કરવામાં આવેલ તેમાં કાંઈ સુધારા જેવું ન લાગતાં સર્વાનુમતે પાસ કરવામાં આવેલ. ત્યાર બાદ ગત બે વર્ષના હિસાબોની રજૂઆત ખજાનચી દ્વારા કરવામાં આવી હતી સૌને યોગ્ય લાગતાં તેને બહાલી આપવામાં આવી હતી. 
ત્યાર બાદ કેન્દ્રીય સમાજ ની ગતિવિધિનો અહેવાલ પ્રભારી વિનયકાંતભાઈ દ્વારા આપવામાં આવેલ તેમાં નખત્રાણા ખાતેની સામાન્ય સભા તથા નવા હોદ્દેદારોની નિમણૂંક વગેરેની જાણકારી આપી હતી. ખાસ આપણી શ્રી સમાજની ભુજ ખાતેની જમીન માટે ભૂમિદાન આપવા ઉપર પ્રકાશ પાડયો હતો અને કહ્યું હતું કે આ ઝોન હમેશાં દરેક બાબતમાં આગળ રહ્યો છે અને આમાં પણ સારૂ એવું દાન મળશે એવી અપેક્ષા છે અને આ ઝોનના અમારા ઉપરી તથા સહ પ્રભારી તથા શ્રી સમાજ સાથે હમેશાં સંકળાયેલા વડિલ ધનજીભાઈ છાભૈયા આ બધા આ ઝોનમાં છે ક્યાંય પણ જરૂર જણાશે ત્યાં સાથે રહેશું અને કાર્ય કરશું એવું આશ્વાસન આપ્યું હતું.
 ત્યાર બાદ આગામી સમૂહ લગ્ન બાબતે જાણકારી તથા તેમાં નોંધાયેલા દરેક ભાગ્યશાળી દાતાઓના નામો સહખજાનચી રતિલાલ ભાવાણી દ્વારા વાંચી સંભળાવ્યા હતાં અને દરેક દાતાઓને સર્વે જનોએ તાળીઓથી વધાવી લીધાં હતાં.
નવા હોદ્દેદારોએ ચાર્જ સંભાળ્યો !
 ત્યાર બાદ ખુલ્લા મંચમાં આ ઝોનના વિકાસ માટે તથા આ ઝોન પાસે આપની અપેક્ષા વિશે અમુક સભ્યોએ પોતાના વિચારો મુક્યા હતા. ત્યાર બાદ પ્રમુખશ્રીના ઉદબોધનમાં આ સભામાં હાજર રહેવા બદલ સૌનો આભાર માન્યો હતો તથા જે જે વિષય ઉપર ચર્ચા થઈ છે તેના ઉપર મનોમંથન કરીને અમલ મા લેવા જેવાં હશે તેના ઉપર આગળ વધશુ તથા કેન્દ્રીય સમાજની ભુમી દાન માટે પણ દરેક ઘટક સમાજો ને અપીલ કરી હતી તથા સાથે મળીને સારૂ કરશું તેવું જણાવેલ તથા આ ટીમનો કાર્યકાળ પૂરો થાય છે અમારી ક્યાં પણ ભુલ થઈ હોય તો ક્ષમ્ય કરશો અને આવનારી નવી ટીમને પણ આવો જ સહયોગ આપશો તેવી અપીલ કરી હતી ત્યારબાદ આભારવિધિ રતિલાલ ભાવાણી દ્વારા કરવામાં આવી હતી. આવતા ત્રણ વર્ષ માટેના નિમાયેલા પ્રતિનિધિઓ તથા સલાહકારોને મંચ ઉપર સ્થાન ગ્રહણ માટે પ્રતાપભાઈ લીંબાણી દ્વારા કરવામાં આવેલ તથા સપથ વસંતભાઈ ગોરાણી દ્વારા લેવડાવેલ હતા. ત્યાર બાદ નવા પ્રમુખશ્રી ચીમનભાઈ લીંબાણી તથા મહામંત્રીશ્રી પુરસોતમભાઈ વેલાણીએ આ ટીમને સહકાર તથા સહયોગ આપવા જણાવેલ તથા સાથે મળીને આ ઝોનને ઉન્નતિ માટે સારા કાર્યો કરશું એવું આશ્વાસન આપ્યું હતું.ત્યાર બાદ રાષ્ટ્રીય ગીત અને મા તથા ભગવાન ના જયઘોષ સાથે આ સભાને પુર્ણ કરી હતી. 
આવતા વર્ષે લાલબાગમાં મિટિંગ...
બપોરના જમવાનું થોડું મોડું થયું પણ સિમિત સંખ્યા એટલે કે ચારસો જેટલી જન સંખ્યા હતી. સૌએ સાથે ભોજન લીધા બાદ છૂટા પડ્યા હતા વળી આવતી સામાન્ય સભા એક વર્ષ પછી ક્યાં થ

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106