નવી વરણી : કોલ્હાપુર પાટીદાર યુવક મંડળના પ્રમુખપદે ભીખાલાલ ગોરાણી...૪૭ વર્ષ પુરા કરનાર ૨૧ સભ્યોને વિદાય...લોકડાઉન દરમિયાન મંડળે કોરોના
દર્દીઓની કરેલ સુંદર સેવા...
શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળની વાર્ષિક સામાન્ય સભા સોમવાર તા.૨૦-૦૯-૨૦૨૧ ના રોજે નુતન પાટીદાર ભવન-વાઠાર-વડગાંવ કોલ્હાપુર ખાતે
પ્રમુખશ્રી હરેશભાઈ લાલજીભાઈ માકાણીના અધ્યક્ષતા હેઠળ લેવામાં આવેલ.
સહમંત્રીશ્રી ઈશ્વર છાભૈયા દ્વારા સર્વે કારોબારી મિત્રોનું સ્થાન ગ્રહણ કરાવવામાં આવેલ. મુખ્ય મહેમાન તરીકે યુવાસંઘ મંત્રીશ્રી ગિરીશભાઇ ભાવાણી રહેલ
હતા. ત્યાર બાદ ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ - ઉમિયા માતા – મહાલક્ષ્મીજીના ફોટો પૂજન કરી, દીપ પ્રાગટ્ય, સમૂહ પ્રાર્થના થયેલ.સ્વર્ગસ્થ પવિત્ર આત્માઓની
શાંતિ અર્થે બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ.શાબ્દિક સ્વાગત પ્રમુખશ્રી હરેશ માકાણીએ કરેલ. ત્યારબાદ સભાનો દોર મહામંત્રીશ્રી
ભીખાલાલ ડાહ્યાભાઈ ગોરાણીને આગળ વધારવા કહેલ.
ગત વાર્ષિક સામાન્ય સભા તા.૨૪-૦૨-૨૦૨૧ નું પ્રોસિડિંગ વાંચન સહમંત્રીશ્રી ઈશ્વર છાભૈયાએ કરેલ, તે સર્વનુંમતે મંજુર કરવામાં આવેલ. ગત થયેલ કારોબારી
સભાના મુખ્ય અંશો તેમજ હાજરીનુ વાંચન સહમંત્રીશ્રી વિનોદ ગોપાલભાઈ ભાવાણીએ કરેલ હતું.
મંડળનો આર્થિક આવક-જાવકનો અહેવાલ સહખજાનચીશ્રી શંકર ખેતશીભાઇ ભાદાણીએ રજૂ કરેલ, તે સર્વાનુમતે તાળીઓના ગડગડાટથી મંજૂર કરવામાં
આવેલ. મંડળના હિસાબોનું ઓડિટ રિપોર્ટનું વાંચન ઓડિટરશ્રી ભાવેશભાઈ હરિભાઈ વાઘડિયાએ કરેલ હતું.
મહામારી દરમિયાન મંડળની પ્રસંશનીય કામગીરી...
ત્યારબાદ વિવિધ થીમ લીડરો દ્વારા પોતપોતાના અહેવાલ રજૂ કરેલ હતા. હેલ્થ & ડિઝાસ્ટર કમલેશ ભાદાણીએ જણાવેલ, ૪ વખત રક્તદાન શિબિરનું
આયોજન કરેલ. તે કોરોના મહામારી તેમજ ડેન્ગ્યુ ના દર્દીઓને ખુબજ ઉપયોગી થયેલ. કોરોના મહામારી દરમ્યાન દર્દીઓના સગાવાલાઓને સંપૂર્ણ
લોકડાઉન હોવાના કારણેભોજન સમસ્યા થયેલ તો તેમના ભોજનની શ્રી સમાજ, વિશ્વ હિંદુ પરિષદ સાથે મળી સરકારી હોસ્પિટલમાં ભોજનની વ્યવસ્થા
કરેલ હતી. નજીકના ગામો તેમજ રીજીયનમાંથી આવતા કોરોના દર્દીઓને બેડ ન મળતાં યુવક મંડળ દ્વારા પ્રયત્નો કરી દાખલ કરાયા હતા.
પર્યાવરણ – દિનેશભાઈ પોકાર- કોલ્હાપુર જીલ્લામાં કુલ ૬ જગ્યાએ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરેલ હતું.
યુવા સુરક્ષા કવચમાં ૧૦૦ ટકા યોગદાન
YSK કન્વીનર- ભાવેશ વાઘડિયા- સ્થાનિક યુવક મંડળે ૯૫% ONLINE DIGITAL PAYMENT તથા ૧૦૦% REPAYMENT કરેલ. ગત સાલે નવા
૨૬૧ YSK મેંબર થયેલ.
વિવિધ સિધ્ધિઓ મેળવનાર યુવક ભાઈઓનું સન્માન કરવામાં આવેલ. કેન્દ્રિય યુવાસંઘ આયોજીત LOKDAUN QUIZ COMPETITION માં સ્થાનિક યુવક –
યુવતી – માતાઓ – વડીલોના પ્રોત્સાહન અર્થે યુવક મંડળ દ્વારા ૪૨ પ્રાયોજીત ઇનામો આપવામાં આવેલ.
પ્રમુખશ્રીની પરવાનગીથી વિવિધ પ્રશ્નોની ચર્ચા અને વિચારોની આપ-લે કરેલ હતી.
ગત સાલમાં નવા થયેલ સભાસદોની ઓળખવિધિ કરાવેલ તથા ઉમર મર્યાદા ૪૭ વર્ષ પૂરી થતાં ૨૧ સભાસદોને સન્માન પૂર્વક મોમેન્ટો આપી વિદાય કરેલ.
પ્રમુખશ્રી હરેશભાઈ માકાણી સભાને સંબોધન કરતાં જણાવેલ કે, કોરોના મહામારીના લીધે ઘણું બધું આર્થિક/જીવિત નુકસાન થયેલ તે ભરાય તેમ નથી.
આવા કપરા કાળમાં સ્થાનિક યુવક મંડળના ભાઈઓએ દક્ષિણ-મહારાષ્ટ્ર-ગોવા રીજીયનમાં ઉલ્લેખનીય કામગીરી બદલ સહુ સભાસદો- થીમ લીડરોનો વ્યક્ત
કરેલ તથા પ્રમુખશ્રીએ આવનાર નવી ટીમને સુભેચ્છા આપેલ.
મંત્રીશ્રી ભીખાલાલ ગોરાણી દ્વારા જૂની કારોબારીની મુદત ૨૦૧૮-૨૧ પૂરી થવાની જાહેરાત કરેલ હતી. પસંદગી સમિતિના ચેરમેન પદે હરેશભાઈ માંકાણીની
નિમણુંક કરેલ.
નવા હોદ્દેદારો...
ત્યારબાદ શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવકમંડળના ૧૬ મા પ્રમુખપદે સર્વાનુમતેથી ભીખાલાલ ડાહ્યાભાઈ ગોરાણીની
નિમણુંક કરેલ તથા નવા હોદ્દેદારોના નામો નીચે મુજબ છે.
૧) પ્રમુખશ્રી :- ભીખાલાલ ડાહ્યાભાઈ ગોરાણી
૨) IPP શ્રી :- હરેશભાઈ લાલજીભાઈ માકાણી
૩) ઉપપ્રમુખશ્રી :- ગીરીશ મનજી ભાવાણી
૪) ઉપપ્રમુખશ્રી :- શંકર શામજી લીંબાણી
૫) ઉપપ્રમુખશ્રી :- નરેન્દ્ર શિવજી રૂડાણી
૬) મહામંત્રીશ્રી :- ઈશ્વર હરિલાલ છાભૈયા
૭) મંત્રીશ્રી : - શંકર ખેતશી ભાદાણી
૮) મંત્રીશ્રી :- ભાવેશ હરિભાઈ વાગડિયા
૯) ખજાનચીશ્રી :- હરેશ રતિલાલ લીંબાણી
૧૦) સહખજાનચીશ્રી :- વિનોદ ગોપાલભાઈ ભાવાણી
તેમજ અન્ય થીમ લીડરો
૧) યુવા ઉત્કર્ષ :- શૈલેશ ગોવિંદ વાગડિયા
૨) YSK :- મુકેશ પરબત નાકરાણી
૩) Education :- ગૌતમ વિશ્રામ નાકરાણી
૪) Politics :- મગન ડાહ્યાભાઈ ગોરાણી
૫) Sports :- વસંત મુળજી રંગાણી
૬) Jt. Sports :- વિપુલ ગોવિંદ પોકાર
૭) Webcom :- મનોજ અરજણ રૂડાણી
૮) Health & Disaster :- દિનેશ પુરસોત્તમ પોકાર
૯) Cultural :- કલ્પેશ વલ્લભ વાગડિયા
૧૦) Jt Cultural :- સચિન રમેશભાઈ પોકાર
૧૧) Agriculture :- નરસિહ શંકર લીંબાણી
૧૨) Jt. Agriculture :- ખુશાલ ડાહ્યાલાલ ભાવાણી
૧૩) Business :- શૈલેશ વિઠ્ઠલ નાકરાણી
૧૪) Management :- પ્રવિણ અંબાલાલ લીંબાણી
૧૫) Jt. Management :- મનોજ લાલજી માકાણી
૧૬) Jt. Management :- મનોજ જીવરાજ માકાણી
૧૭) Auditor :- વસંત જેઠાભાઈ પોકાર
૧૮) Advisor :- તુલસી નારાયણ ગોરાણી
ઝોન ચેરમેન શ્રીઓ
૧) ગોકુળ શિરાગાવ - મયુર પુરષોત્તમ પોકાર
૨) શિરોલી/ Jt YSK - પરેશ દામજી જાદવાણી
૩) હાતકણંગલે - શૈલેશ મણીલાલ પારસીયા
૪) કોડોલી-વડગાવ-વાઠાર - જયંતી અબજી નાકરાણી
૫) મલકાપુર- બાંબવડે - પ્રહલાદ સોમજી ભાવાણી
૬) બાલીંગા - કળે - દિલીપ કરસન ભગત
૭) ગારગોટી - મહેશ ચંદુલાલ ભાદાણી
૮) કેર્લે - પ્રકાશ ભીમજી ગોરાણી
નુતન પ્રમુખ ટર્મ ૨૦૨૧-૨૦૨૩ ના ભીખાલાલ ડાહ્યાભાઈ ગોરાણીએ ટુકમાં પોતાનું તેમજ નવનિયુક્ત ટીમના હોદ્દેદારો, થીમલીડરો, ઝોન ચેરમેનશ્રીઓને
આવકાર્યા હતા અનેભવિષ્યમાં શ્રી સમાજના આશીર્વાદથી યુવક મંડળ ઉત્તરોત્તર પ્રગતિ કરશે એવી બાંહેંધરી આપેલ. આભારવિધિ ઉપપ્રમુખશ્રી ગીરીશ
ભાવાણીએ કરેલ અને નુતન મંત્રી પ્રમુખશ્રીની પરવાનગીથી સભા પૂરી થયેલ એમ જાહેર કરેલ.સર્વેએ રાષ્ટ્રગીત ગાઈ અને સ્વરુચિ ભોજનનો આસ્વાદ લઈ
છુટા પડેલ હતાં.
|