Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

પૂરબ સે પશ્ચિમ...! : જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રામાં વપરાયેલ રથનું પૈડું (ચક્ર ) કચ્છના વિથોણમાં આવેલા સંત ખેતાબાપા સંકુલની શોભા વધારશે ! વિથોણના પદમાણી પરિવારની અનોખી પહેલ...!174174 Views

પૂરબ સે પશ્ચિમ...! : જગન્નાથપુરીની ઐતિહાસિક રથયાત્રામાં વપરાયેલ રથનું પૈડું (ચક્ર ) કચ્છના વિથોણમાં આવેલા સંત ખેતાબાપા સંકુલની શોભા વધારશે ! વિથોણના પદમાણી પરિવારની અનોખી પહેલ...!

ઓરિસ્સાના જગન્નાથપુરીમાં દર વર્ષે અષાઢી બીજના નીકળતી ભગવાન જગન્નાથજીની વિરાટ રથયાત્રાનું અનન્ય મહાત્મ્ય છે. લાખો શ્રદ્ધાળુ ભકતો આ યાત્રા નિહાળવા અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે ઉમટતા હોય છે.

દર વર્ષે લાકડાનો નવો રથ બને છે...

આ રથયાત્રામાં લાકડાનો જે રથ વાપરવામાં આવે છે તે દર વર્ષે નવો બનાવવામાં આવે છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ આ રથના પૈડાં મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર ચડાખડીથી ભકતોને પ્રસાદરૂપે વિતરીત કરવામાં આવે છે. રથયાત્રાના રથના પૈડાનું ધાર્મિક મહત્ત્વ પણ ઘણું છે અને આ ચક્ર ખરીદનારા લોકો પોતાને ભાગ્યશાળી માને છે.
રથમાં વપરાયેલા ૧૬ ચક્ર હરાજીથી અપાય છે
રથયાત્રા પૂર્વે જ મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે છે. કુલ ૧૬ ચક્ર જાહેર ચડાખડીથી આપવામાં આવે છે. સાત ફૂટનું આ ભવ્ય ચક્ર છે. આ વર્ષે આવું એક ચક્ર લેવાનો લ્હાવો મૂળ વિથોણના હાલે ઓરિસ્સાના બલાંગીર રહેતા ધનજીભાઈ કેશરાભાઈ પદમાણી પરિવારને મળ્યો છે.
પદમાણી પરિવારની ઈચ્છા પૂરી થઈ...
પદમાણી પરિવારના દેવજીભાઈના જણાવ્યા મુજબ અમારા પરિવારની ઘણા વર્ષોની ઈચ્છા હતી અને ભગવાન જગન્નાથજીની કૃપાથી આ વર્ષે પૂર્ણ થઈ તેનો સમગ્ર પરિવારને આનંદ છે. 
ખેતાબાપા સંકુલમાં આ ચક્ર મુકાશે...
આ ઐતિહાસિક ચક્ર કચ્છમાં પોતાના વતન વિથોણમાં આવેલા સંત ખેતાબાપા સંકુલમાં રાખવાની નેમ છે.ખેતાબાપા સંસ્થાનના સંચાલકો સાથે સ્થાનિકે ચર્ચા વિચારણા કર્યા બાદ આ ચક્ર સંકુલમાં ક્યાં મૂકવું તે અંગે નિર્ણય કરવામાં આવશે. હાલમાં તો બલાંગીર ખાતેના તેમના નિવાસસ્થાને આ ચક્ર રાખેલ છે,જેના દર્શન માટે સ્થાનિક લોકો ઉમટી રહ્યા છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106