Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

અનોખી ભાવાંજલિ : અંકલેશ્વરના પાંચ યુવાનોએ માતાનામઢ સુધીની સાયકલયાત્રા યોજી કોરોના મહામારીમાં દિવંગત થયેલા જ્ઞાતિજનોને ભાવાંજલિ અર્પણ કરી...289289 Views

અનોખી ભાવાંજલિ : અંકલેશ્વરના પાંચ યુવાનોએ માતાનામઢ સુધીની સાયકલયાત્રા યોજી કોરોના મહામારીમાં દિવંગત થયેલા જ્ઞાતિજનોને ભાવાંજલિ અર્પણ કરી...

કોરોના મહામારીમાં દિવંગત થયેલા જ્ઞાતિના ભાઈ-બહેનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અંકલેશ્વરના યુવાનોએ અંકલેશ્વરથી માતાનામઢ સુધીની સાઇકલયાત્રા કાઢીને દિવંગતોને અનોખી ભાવાંજલિ અર્પણ કરી હતી. 
આ સાયકલ યાત્રાએ ધનતેરસના શુભદિને અંકલેશ્વરથી પ્રસ્થાન કર્યું હતું અને માર્ગમાં વડોદરા, તારાપુર, લીંબડી, હળવદ, ગુણાતીતપુર, ભુજ અને પરમ આનંદ આશ્રમ,વાલ્કામોટા ખાતે રાત્રી રોકાણ કર્યું હતું.
આ સાઇકલ સવારોનું વડોદરા ખાતે સાયકલના સહયોગી દાતા ધ ફાસ્ટર, વડોદરાવાળા દયારામભાઈ હંસરાજભાઇ લીંબાણી- પાનેલી અને સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સાઈકલ યાત્રામાં સાહસિક યુવાનો ભાવેશભાઈ પોકાર-વાલ્કામોટા, ગૌરવભાઈ પોકાર-વાલ્કામોટા, નીતિનભાઈ પોકાર-વાલ્કામોટા, ભાવેશભાઈ લીંબાણી-ઘડાણી અને જીગરભાઈ પોકાર-મથલ લાભપાંચમ, તા. ૯-૧૧-૨૦૨૧ ના દિવસે માતાનામઢ પહોંચીને આઇ આશાપુરાના દર્શન કર્યા હતા અને દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106