સ્નેહમિલન : ઓરેન્જ સીટી નાગપુરમાં શ્રી લખપત તાલુકા પાટીદાર મંડળનું દિવાળી સ્નેહમિલન યોજાયું...નવા હોદ્દેદારો નિમાયા.
શ્રી લખપત તાલુકા પાટીદાર મંડળ નાગપુરનું નવા વર્ષ દિવાળી સ્નેહમિલન અને વાર્ષિક સાધારણ સભા તા. 5/11/2021 ના બપોર પછી ત્રણ વાગ્યે પાટીદાર વાડીના પ્રાંગણમાં રાખવામાં આવેલ.
સામાજિક ક્ષેત્રે સેવા આપતા મહાનુભાવોનું સન્માન...
સૌ પ્રથમ મંડળના કાર્યકર્તાઓને મંચ પર સ્થાન આપવામાં આવેલ .આ મિટિંગ શ્રી મગનભાઈ કાનજી ચૌધરીના પ્રમુખસ્થાને રાખવામાં આવેલ. ઉપસ્થિત સૌ સભ્યોએ દિવાળી અને નૂતન વર્ષ અભિનંદન
પાઠવેલ. ત્યારબાદ મંડળના જે સભ્યો વિવિધ સામાજિક ક્ષેત્રમાં પોતાની ફરજ બજાવે છે તેઓનું અત્રેથી સન્માન કરવામાં આવેલ .
મંડળનો વાર્ષિક અહેવાલ અને હિસાબ કિતાબના ઓડિટ રિપોર્ટનું વાંચન વસંતભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ જેને ઉપસ્થિત સર્વે સભાસદો દ્વારા બહાલી આપવામાં આવેલ.
ત્યારબાદ વર્ષ 2021 થી 2023 માટેની કારોબારીની રચના કરવામાં આવતાં નીચે મુજબના હોદ્દેદારો સર્વાનુમતે ચૂંટાઈ આવેલ.સભાના અંતે રાત્રી ભોજન બાદ સભા સમાપ્ત થયેલ જાહેર કરવામાં આવેલ.
શ્રી લખપત તાલુકા પાટીદાર મંડળ, નાગપુરની નવનિર્વાચિત કારોબારી 2021-23 ના સભ્યો
(1) પ્રમુખશ્રી: શ્રી ગુલાબભાઈ પ્રેમજી હળપાણી
(2) ઉપપ્રમુખ:શ્રી નવીનભાઈ ભાણજી રૂડાણી
(3)મહામંત્રી: શ્રી વસંતભાઈ રણમલ પાંચાણી
(4) સહમંત્રી: શ્રી વિશ્રામભાઈ લાલજી ભાદાણી
(5)ખજાનચી:શ્રી રતિલાલ પ્રેમજી પોકાર
(6) ઓડિટર: શ્રી જયંતિલાલ રતિલાલ પોકાર