સમૂહલગ્નોત્સવ : દક્ષિણ ગુજરાત ઝોન સમાજના ૨૬ મા સમૂહલગ્નમાં ૩૦ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયાં...SUV સ્કૂલ વલથાણ ખાતે ભવ્ય આયોજન.
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દક્ષિણ ગુજરાત સનાતન સમાજ ઝોન આયોજીત૨૬ મો સમૂહલગ્ન સમારોહ તા. ૧૪/૧૧/૨૦૨૧ ને રવિવાર, તુલસી વિવાહના શુભ દિવસે યોજાયેલ જેમાં ૩૦ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયાં હતા.
બે સેશનમાં સમારોહ યોજાયો
દક્ષિણ ગુજરાત ઝોન સમાજના હોદેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, ઘટક સમાજના હોદ્દેદારશ્રીઓ,દ.ગુ.રીજીયન હોદેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ,આયોજન સમિતિ, દાતાશ્રીઓ,સમગ્ર કાર્યકર્તા તેમજ વરપક્ષ અને કન્યાપક્ષ ના ૪૦-૪૦ વ્યકિતઓની હાજરીમાં આ સમૂહલગ્ન સમારોહ બે સેશનમાં કરવામાં આવેલ જેમાં સવારના સેશનમાં ૧૫ દિકરીઓએ અને બપોર બાદ ૧૫ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડી તેમના દામ્પત્ય જીવનનો શુભારંભ કર્યો હતો.
ડીજેના સથવારે વરરાજાને તોરણે લેવાયા...
પ્રથમ સવારના સેશનમાં સૌ પ્રથમ તુલસી માતાના આપણી વૈદિક સનાતની સંસ્કૃતિના મંત્રોચાર દ્વારા વિવાહ કરી શુભ શરૂઆત કરવામા આવી હતી. ત્યાર બાદ દીકરીઓના આગમન અને માંડવા અને સાથે સાથે જાનના આગમન અને સવારના નાસ્તો ત્યાર બાદ ડીજેના સથવારે વરરાજાને તોરણે લેવામા આવ્યા.જાનૈયાઓના આગમનને વધાવવા ઝોન સમાજના હોદે્દારોની સાથે સમગ્ર કારોબારી સભ્યો,ઘટક સમાજના હોદ્દેદારો, દરેક મહિલા મંડળના પ્રમુખ-મંત્રીશ્રીઓ,દક્ષિણ ગુજરાત રીજીયનના હોદ્દેદારો સાથે સમગ્ર કારોબારી સભ્યો તેમજ સન્માનિય દાતાશ્રીઓ દ્વારા હરોળ બંધ ઉભા રહી સ્વાગત કરવામા આવ્યું હતું.
કેન્દ્રીય પ્રમુખ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ પ્રસંગને દિપાવવા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી અબજીભાઇ કાનાણી મુંબઇથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે કેન્દ્રીય સમાજ ઉપપ્રમુખ શ્રી ભાણજીભાઇ પોકાર તેમજ મહામંત્રી શ્રી પરસોતમભાઇ ભગત પણ ઉપસ્થિત રહી આ સમુહલગ્ન સમારોહને હુંફ અને પ્રેરણા પુરી પાડી હતી. સમાજના આમંત્રણને માન આપી કામરેજ વિધાનસભાના MLA વી.ડી.ઝાલાવડીયા (BJP) તેમજ કામરેજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અજીતભાઇ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સન્માનના પ્રત્યુત્તર માં દરેક દિકરીને શીખ આપી જણાવેલ કે, દીકરીની માતાઓએ ખાસ કરીને રોજેરોજ ફોન ન કરતા મહીનામાં માત્ર એક બે જ ફોન કરી ખબર અંતર પુછવા, જેથી કરી દીકરી તેના નવા ઘરે જલ્દી સેટ થઇ શકે.જો આમ કરવામાં નથી આવતું તો ચિંતા વ્યક્ત કરતા જણાવેલ કે હાલમાં ૨ કે ૪ મહીનામાં જ છુટાછેડાની નોબત આવી રહી છે જે સમાજ માટે ભયજનક બની રહી છે.
દરેક દીકરીને સવા લાખનું કન્યાદાન
ત્યાર બાદ હોદેદારશ્રીઓ દ્વારા સર્વે દાતાશ્રીઓનો સમાજ વતી રુણ સ્વીકાર કરી સન્માનિત કરાયા હતા. આ સખી દાતાશ્રીઓના યોગદાનથી પ્રત્યેક દીકરીને રૂ.૧.૨૫ લાખ અંદાજે કન્યાદાન સમાજ દ્વારા અર્પણ કરવામાં આવેલ . તેમજ સર્વે નવદપંતીઓ ને કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઇ કાનાણી, કેન્દ્રીય સમાજ ઉપપ્રમુખ શ્રી ભાણજીભાઇ પોકાર, કેન્દ્રીય સમાજ મહામંત્રી શ્રી પરસોતમભાઇ ભગતની સાથે સાથે ઝોન સમાજ ઉપપ્રમુખશ્રી બાબુભાઈ જાદવાણી, સમુહલગ્ન સમિતિના કન્વિનર શ્રી માવજીભાઇ પોકાર, સહ કન્વિનર શ્રી કાન્તિભાઇ સાંખલા, મંત્રી શ્રી નરશીભાઇ ભાવાણી, ઉમા એજ્યુકેસન & ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી છગનભાઇ સાંખલાએ પોતાની મૌલીક વાણી દ્વારા સુંદર શીખ આપી આર્શીવાદ સાથે વિદાય આપવામાં આવેલ.
સરકારી યોજનાનો પણ લાભ અપાયો...
અહીંની ખાસ વિશેષતામાં સમૂહલગ્ન સમિતિ દ્વારા સરકાર દ્વારા મળતી કન્યાભેટ માટેના ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા.
(૧) કુંવરબાઇ નું મામેરું યોજના.
(૨) સાતફેરા યોજના.
આ બંને યોજના હેઠળ સરકારશ્રી દ્વારા દીકરીઓને અપાતી ભેટ ડાયરેકટ દિકરીઓના ખાતામાં જમા થશે.
SUV ઇન્ટરનેશનલ સ્કુલ વલથાણ સુરતના વિશાળ ગ્રાઉન્ડમાં કોરોનાની મહામારીને ધ્યાને રાખી સરકાર ની ગાઈડ લાઈનનો સંપુર્ણપણે આરોગ્ય સમિતિના સુચન પ્રમાણે અમલ કરવામાં આવેલ, જેમાં ડો.સુધીરભાઇ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સુગર /બ્લડ પ્રેસર નો ફ્રી કેમ્પ ટીમ DGR ની હેલ્થ & ડીઝાસ્ટર ટીમના સહયોગથી કરવામાં આવ્યો જેમાં ૨૦૦ જેટલા સમાજજનોએ ટેસ્ટ કરાવી આ કેમ્પનો લાભ લીધો હતો.
ત્યાર બાદ દક્ષિણ ગુજરાત ઝોન સમાજના પ્રમુખ શ્રી રમેશભાઇ પારસીયાએ પોતાની આગવી વાણી થી જાનૈયા તેમજ માંડવીયાઓને લાગણીઓના ઝરણા દ્વારા મંત્રમુગ્ધ કરી સૌને આનંદ ઉત્સવમાં સહભાગી બની આ સમુહલગ્નને સફળ બનાવવા અભિનંદન આપી ધન્યવાદ પાઠવ્યા હતા. ખાસ વિશેષતા એ હતી કે કેન્દ્રીય સમાજના મહામંત્રી શ્રી પરસોતમ ભગત પણ આ સમુહલગ્ન સમારોહમાં પોતાની દીકરીનું કન્યાદાન કરી જ્ઞાતિજનો માટે પ્રેરણારુપ બન્યા હતા.
સાંજે સમુહ ભોજન બાદ સમુહ ફોટોસેશન કરી પરિવાર મિલનના ગીત દ્વારા ૯-૦૦ વાગે દરેક દીકરીઓને તેમના દામ્પત્ય જીવનના શુભ આશિષ આપી વડિલો તેમજ મહિલા મંડળ તેમજ સમગ્ર કાર્યકર્તાઓ હરોળબંધ ઉભા રહી મા ઉમિયા અને આપણા ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણના જયઘોષ સાથે વિદાય આપવામા આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઝોન સમાજના મહામંત્રી શ્રી હરેશભાઈ રામાણી, મંત્રીશ્રી ભવાન જાદવાણી, પ્રવક્તા ગૌરાંગ ધનાણી , ગોવિંદભાઇ માકાણી, અમૃતભાઇ રંગાણીએ કર્યું હતું.