પંચમ સમૂહલગ્નોત્સવ : વડોદરા વિભાગ સમાજના પાંચમા સમૂહલગ્નમાં ૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં...દાદા મંદિરના પટાંગણમાં ભવ્ય આયોજન.
હરેશભાઈ વાગડિયા (હાલોલ) દ્વારા
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ,વડોદરા વિભાગનો પંચમ સમૂહલગ્ન સમારોહ
તા.૨૧/૧૧/૨૦૨૧ ને રવિવારના રોજ વડોદરા મુકામે દાદા ભગવાન મંદિરના પટાંગણમાં યોજાયેલ જેમાં ૬ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના જીવનની નવી શરૂઆત કરી હતી.
બરાબર વહેલી સવારે ૬-૦૦ કલાકે આયોજન સમિતીના પ્રમુખ પ્રહલાદભાઈ પોકાર તેમજ તેમની પુરી ટીમ તેમજ વિભાગીય પ્રમુખ શ્રી ધીરૂભાઈ હળપાણીએ આચાર્યશ્રીના મંત્રોચ્ચારની ગુંજથી શ્રીભગવાન ગણેશજીની આરતી કરી અને મા ઉમિયાની જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી.
બેન્ડવાજા સાથે બગીમાં ભવ્ય વરઘોડો...
વહેલી સવારે ૬-૦૦ કલાકે બધા જ જાનૈયાઓનું આગમન થઈ ગયેલ,ચા-નાસ્તા બાદ ૭-૩૦ કલાકે કન્યાના માંડવા,૮-૦૦ કલાકે વરરાજાની બેન્ડવાજા સાથે ત્રણ બગી દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. બરાબર ૯-૩૦ કલાકે આચાર્યશ્રી દ્વારા વૈદિક મંત્રોચ્ચારના દિવ્ય ધ્વની સાથે હસ્તમેળાપની વિધિની શરૂઆત કરી ૧૧-૩૦ કલાકે લગ્નવિધિ પૂર્ણ કરેલ હતી.
કન્યાદાનમાં ૨૭ ચીજવસ્તુની ભેટ
ત્યાર બાદ દરેક કન્યાને કન્યાદાનની વસ્તુઓ તેમજ ભેટસ્વરૂપે ૨૭ આઈટમ સાથે સનાતન ધર્મ પત્રિકાનું આજીવન લવાજમ પણ દરેક દીકરીને અર્પણ કરવા માં આવ્યું હતું.
બપોરના ભોજન પ્રસાદ બાદ બીજા સેશનમાં મંચ પર આયોજન સમિતિના પ્રમુખશ્રી તેમજ શ્રી સમાજના પ્રમુખશ્રી , ઝોન સમાજના પ્રમુખશ્રી,વિભાગીય સમાજના પ્રમુખશ્રી તેમજ આયોજન સમિતિના ઉપપ્રમુખો,સલાહકારશ્રીઓ તેમજ મુખ્ય ભોજન દાતા સમાજના ભામાશા સયાજી પેપર પ્રાઇવેટ લિમિટેડ તેમજ ઝોન મહામંત્રી શ્રી તેમજ વડોદરા વિભાગની ઘટક સમાજોના પ્રમુખોને મંચ પર સ્થાન ગ્રહણ કરાવેલ અને આ ભગીરથ કાર્યમાં જે કોઈ દાતા દ્વારા દાન આપવામાં આવેલ તે સૌ દાતાઓનું સન્માન કરવામાં આવેલ હતું.
કેન્દ્રીય પ્રમુખ સજોડે હાજર રહ્યા...
વડીલોના આશીર્વચનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એવા કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય પ્રમુખ
અબજીભાઈ કાનાણીએ લક્ષ્મીનારાયણ સ્વરૂપે સજોડે મુંબઇથી આવીને નવદંપતીઓને તેમના હૃદય થી આશીર્વાદ આપેલ હતા.
ત્યાર બાદ મધ્યગુજરાત ઝોન પ્રમુખ શ્રી ધરમશી ભાઈ કેસરાણી તેમજ સમૂહલગ્ન આયોજન સમિતિના અધ્યક્ષ પ્રહલાદભાઈ પોકારે પણ પોતાના અંતર-આત્માથી આ નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા.
અંતમાં આભારવિધિ આયોજન સમિતિના ઉપ પ્રમુખ શ્રી કાંતીભાઈ હળપાણી દ્વારા કરવામાં આવેલ, જેમાં વડોદરા વિભાગની દરેક ઘટક સમાજો,મહિલા મંડળ તેમજ યુવક મંડળ દ્વારા કરવામાં આવેલ કામો તેમજ દરેક સમિતિઓની પ્રશંસા કરી આભાર વ્યક્ત કરેલ હતો.તેમજ આ કાર્યક્રમમાં વિશિષ્ટ સેવા બદલ હાલોલ યુવક મંડળ તેમજ રસોડા સમિતિ(સાવલી સમાજ)નો વિશેષ આભાર માનેલ હતો.
બરાબર 3,30 કલાકે દરેક વરઘોડિયા ને વિદાય આપતી વખતે ત્યાં હાજર દરેક જણના હૃદય અશ્રુઓથી છલકાઈ ગયેલ હતા.
વાઘોડીયાના ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ
આજના કાર્યક્રમમાં દીકરીઓને આશીર્વાદ આપવા વડોદરા શહેર વાઘોડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું પૂરું સંચાલન સમૂહલગ્ન સમિતિના મહામંત્રી શ્રીમહેન્દ્રભાઈ ચૌધરીએ કરેલ તેમજ તેમને સાથ આપેલ તેવા મંત્રીશ્રીઓ શ્રી વિરજીભાઈ ગોરાણી, મણીલાલભાઈ પોકાર, મોહનભાઇ રામાણી, નટવરભાઈ પારસીયા, હિંમતભાઈ પોકાર દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ હતું.