Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સમૂહલગ્ન : આણંદ જિલ્લા સમાજના ૧૧ મા સમૂહલગ્નમાં ૧૮ નવયુગલો જોડાયાં...કોરોના ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરાયો.577577 Views

સમૂહલગ્ન : આણંદ જિલ્લા સમાજના ૧૧ મા સમૂહલગ્નમાં ૧૮ નવયુગલો જોડાયાં...કોરોના ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરાયો.
 
શ્રી આણંદ જિલ્લા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજનો અગીયારમો સમૂહલગ્ન મહોત્સવ તુલસીવિવાહના શુભ દિને તા.૧૪/૧૧/૨૦૨૧ ને રવિવારના રોજ યોજાયો હતો જેમાં ૧૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
આણંદ અને ચીખોદરા,બે જગ્યાએ આયોજન
કોરોના મહામારીની ગાઈડલાઈન મુજબ મોટી ભીડ એકઠી ન થાય તે માટે આણંદ ઉમા ભવનમાં ૯ લગ્ન અને ચીખોદરા ઉમા ભવનમાં ૯ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા સમાજના પ્રમુખ તેજાભાઈ નાકરાણી સહિત સમાજના હોદેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ. દાતાશ્રીઓ અને વરપક્ષ અને કન્યાપક્ષના ૨૫-૨૫ વ્યકિતઓની હાજરીમાં નવદંપત્તીઓને પાણી ગ્રહણની વિધિ કરાવ્યા બાદ સમૂહભોજન લીધા બાદ આશીર્વાદ સાથે વિદાય આપવામાં આવી હતી.
કોરોના ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ
કોરોના ની મહામારીને ધ્યાને રાખી સરકારી ગાઇડલાઇનનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માસ્ક પહેરવો ફરજીયાત સાથે વેકસીન લીધેલ હશે તો જ પ્રવેશ આપવામાં આવશે તેવી ભલામણ કરવામાં આવેલ તેનું પાલન કરવાનો પ્રયત્ન કરેલ.
કન્યાદાનમાં ૨૯ ચીજવસ્તુ અપાઈ...
અગાઉની જેમ જ કન્યાદાનમાં ૨૯ આઇટમ પૈકી સનાતન ધર્મ પત્રિકા લવાજમ તથા રોકડ કન્યાદાન ભેટ પેટે રૂા.૧૧૦૦૦ સમાજ તરફથી આપવામાં આવ્યા હતા.
કોરોના મહામારીને ધ્યાને રાખી સરકારી ગાઇડલાઇનના પાલન સાથે થયેલ આયોજનને વરપક્ષ અને કન્યા પક્ષે ખૂબ જ વખાણ્યુ હતું.
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106