શહીદોને શ્રદ્ધાંજલિ : CDS ચીફ જનરલ બિપિન રાવત સહિતના ૧૩ શહીદોને પાટીદાર પરિવાર સમાજ મૈસુર રોડની ભાવભીની શ્રદ્ધાંજલિ...
તામીલનાડુના કુનૂર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ભારતના બહાદુર CDS ચીફ જનરલ બિપિન રાવત સહિતના ૧૩ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સાંજે 4.00 વાગ્યે બેંગલોરમાં પાટીદાર પરિવાર સમાજના ઉમિયા ભવન સંકુલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.
સમાજના પ્રમુખ દામજી ધનજી પટેલ,ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ માવજી પટેલ, મહામંત્રી શ્રી પરબત દેવજી પટેલ,પૂર્વ મહામંત્રી શ્રી રમેશ મૂળજી પટેલ, શ્રી લાલજી મેઘજી પટેલ,શ્રી દેવશી લાલજી પટેલ,શ્રી મૂળજી રાવજી પટેલ,રમેશભાઈ પચાણ પટેલ,શ્રી ઈશ્વર દેવશી પટેલ, યુવા સંઘ પ્રમુખ શ્રી પ્રવીણ ધીરજલાલ પટેલ, શ્રી વિનોદ દામજી પટેલ, શ્રી પુરુષોત્તમ દેવશી પટેલ, વડીલ શ્રી કેશવલાલ કાનજી પટેલ, શ્રી નાનજી વાલજી પટેલ વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી.
રમેશભાઈ મૂળજીએ તેમની આગવી શૈલીમાં જનરલ બિપીન રાવતના શૌર્ય વિશે વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજની બહેનોએ પણ ભાગ લીધો હતો.