પ્રેરક પહેલ : મૈસુર રોડ યુવક મંડળ દ્વારા પૂર્ણ શોનું બુકિંગ કરી ૪૦૦ સભ્યોને ' ધ કાશ્મીર ફાઈલ્સ ' ફિલ્મ બતાડવામાં આવી...મલ્ટિપ્લેક્સ PVR CINEMA ખાતે રાષ્ટ્રવાદનો અનેરો માહોલ ખડો થયો...
૧૧ માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ' બોકસ ઓફીસ પર રોજ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહી છે. કાશ્મીરી પંડિતોની હિજરતના સંવેદનશીલ વિષય પર બનેલી આ ફિલ્મની વાર્તા ઘણી જ ઈમોશનલ હોઈ દર્શકોના રૂંવાડા ઉભા થઈ જાય છે.
આ ફિલ્મ દર્શકોના મનને સ્પર્શી ગઈ છે. ફિલ્મની દેશભરમાં ચર્ચા થઈ રહી છે તો આપણો સમાજ પણ કેમ પાછળ રહે?
ગઈકાલે રાત્રે પાટીદાર પરીવાર સમાજ યુવક મંડળ દ્વારા G T WORLD MALL મધ્યે આવેલ મલ્ટિપ્લેક્સ PVR CINEMA માગડી રોડ બેંગ્લોર ખાતે પુર્ણ શોનું બુકિંગ કરવામાં આવેલ.
શ્રી પાટીદાર પરિવાર સમાજ મૈસૂર રોડ યુવક મંડળ સ્પોન્સર 400 સભ્યો સ્નેક્સ અને જ્યુસ સાથે ભારત દેશના કાશ્મીરની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ નિહાળી હતી.
સમાજના ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ વગાડીયા દ્વારા આ ફિલ્મ દરેક પરિવારે જરૂર જોવીજ જોઈએ અને અન્યોને પણ જોવા પ્રેરિત કરવા જણાવેલ સાથે યુવક મંડળનો આ આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ અને ભારત માતાકી જયના ઘોષ બાદ ફિલ્મની શરૂઆત કરવા મા આવેલ.