Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ચૂંટાયા : શ્રી કચ્છ પાટીદાર સમાજ લકકડગંજ નાગપુરના પ્રમુખપદે શાંતિલાલ નાનજી પોકાર... ચૂંટણીમાં હરીફ ઉમેદવાર કરતાં ૩૩ મત વધુ મેળવી વિજેતા થયા... મંત્રીપદે કાંતિલાલ દિવાણી...અનેક નવા ચહેરાઓને કારોબારીમાં સ્થાન મળ્યું.631631 Views

 
ચૂંટાયા : શ્રી કચ્છ પાટીદાર સમાજ લકકડગંજ નાગપુરના પ્રમુખપદે શાંતિલાલ નાનજી પોકાર... ચૂંટણીમાં હરીફ ઉમેદવાર કરતાં ૩૩ મત વધુ મેળવી વિજેતા થયા... મંત્રીપદે કાંતિલાલ દિવાણી...અનેક નવા ચહેરાઓને કારોબારીમાં સ્થાન મળ્યું.
શ્રી કચ્છ પાટીદાર સમાજ લકકડગંજ નાગપુરની વાર્ષિક સાધારણ સભા અને નવી કારોબારી મંડળ (2021-23)ની વરણી માટે તા.29/12/2021ની કોરોના કાળને કારણે સ્થગીત રાખેલ સાધારણ સભા તા.30/3/2022 ના પાટીદાર ભવન લકકડગંજ નાગપુરના પ્રાંગણમાં સવારે 8-30 કલાકે રાખવામાં આવેલા જેમાં વર્ષ 2019-20 ,2020-21ના હિસાબોનું વાંચન અને આગામી વર્ષ માટે નવી કારોબારી મંડળની ચૂંટણી કરવમાં આવેલ.
સૌ પ્રથમ ઉમિયા માતાની પ્રતિમાને હારારોપણ અને દીપ પ્રજવલન,સામુહિક પ્રાર્થના બાદ સભાની શરૂઆત કરવમાં આવેલ. મંચ પર પ્રમુખ નરશીભાઈ સુરાણી,ઉપપ્રમુખ ખેમચંદભાઈ છાભૈયા ,બીજા ઉપપ્રમુખ ચીમનભાઈ લીંબાણી, ખજાનચી શાંતિભાઈ લિંબાણી, સહખજાનચી શંકરભાઈ હળપાણી,મંત્રી દિનેશભાઈ પોકાર અને રસીકભાઈ ચોપડાને સ્થાન આપવામાં આવેલ.જયારે મંચ સંચાલન મહામંત્રી ત્રિભુવનભાઈ રૂડાણી દ્વારા કરવમાં આવેલ.
સેવાભાવી મહાનુભાવોનું સન્માન કરાયું
કોરોના કાળમાં દિવંગત થયેલા આત્માઓની શાંતિ માટે શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.વિવિધ સંસ્થાઓમાં સેવા આપનાર સ્થાનીક સમાજના ભાઈઓનું સન્માન કરવમાં આવેલ.ત્યાર બાદ રસીકભાઈ ચોપડા દ્વારા ગત સામાન્ય સભાની મીનીટસનું વાચન કરવમાં આવેલ અને ઉપસ્થિત સર્વેની અનુમતિથી બહાલી આપવામાં આવેલ.આ સાથે ઓડીટ રીપોર્ટને પણ વાંચન બાદ બહાલી આપવામાં આવેલ.
દિનેશભાઈ પોકાર ચુનાવ અધિકારી બન્યા
વિવિધ સમિતિઓના કન્વીનરો દ્વારા કાર્યકાળ દરમ્યાન કરવામાં આવેલ કાર્યોની જાણકારી આપવામાં આવેલ. મહામંત્રી ત્રિભુવનભાઈએ દાન આપનાર દરેક દાતાશ્રીઓ અને સમિતિનો આભાર વ્યકત કરેલ. પ્રમુખ નરશીભાઈ દ્વારા આવેલા પ્રશ્નોનું ઉચિત સમાધાન અને નિરાકરણ સભા સમક્ષ મૂકેલ. જૂની કારોબારીનો કાર્યકાળ પૂર્ણ થતાં આગામી વર્ષ માટે નવી કારોબારીની ચૂંટણી માટે ચુનાવ અધિકારી તરીકે દિનેશભાઈ પોકાર અને સહયોગી તરીકે મણિલાલ સાંખલા અને રસીકભાઈ ચોપડાને મંચ પર સ્થાન આપવામાં આવેલ.
શાંતિલાલ પોકારનો ૩૩ મતથી વિજય
ચુનાવ અધિકારીની રૂએ દિનેશભાઈએ મતદાનના નિયમો અને શરતોથી ઉપસ્થિત સર્વેને વાકેફ કરાવેલ.આગામી વર્ષ માટે બે નામોનું સૂચન થતા મતદાન પધ્ધતિથી ચૂંટણી કરવામાં આવેલ જેમાં શાંતિલાલ નાનજી પોકારને 295 મત અને જયંતિલાલ રામજી ઠાકરાણીને 262 મત મળતા આગામી કાર્યકાળ માટે શાંતિલાલ નાનજી પોકારને પ્રમુખ તરીકે ચુંટાયેલ જાહેર કરવામાં આવેલા અને કારોબારી માટે 24 નામોનું સૂચન થતા મતદાન પધ્ધતિથી 16 સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવમાં આવેલા. 
બે આંતરીક ઓડીટર અને ચાર કો-ઑપ્ટ સભ્યોની વરણી બાદ આગામી વર્ષ 2023 સુધીના કાર્યકાળ માટે કારોબારી મંડળ આ મુજબ રહેશે.
પ્રમુખ - શાંતિલાલ નાનજી પોકાર  
ઉપપ્રમુખ - ગુલાબ પ્રેમજી હળપાણી
ઉપપ્રમુખ - એડ.મુળવંતરાય નાનજી પોકાર 
મંત્રી - કાંતિલાલ ગોપાલ દિવાણી
સહમંત્રી - નટવરલાલ અમૃત સામાણી
સહમંત્રી - ઉમેશ હંસરાજ રંગાણી
ખજાનચી - મગનલાલ ભવાનજી સેંઘાણી ,
સહખજાનચી - નવિનચંદ્ર ભાણજી રૂડાણી 
સભ્ય - હરસુખલાલ કાંતિલાલ પારસીયા
            ખેતાલાલ હંસરાજ ચૌધરી
            વસંત અરજણ વાસાણી 
             મહેન્દ્ર મીઠુભાઈ ભાદાણી 
             ખેમચંદ જેઠાભાઈ છાભૈયા 
             ચમન ધીરજલાલ લિંબાણી
             નરેન્દ્ર પુરસોતમ વાસાણી
              સુરેશ વીરજી સાંખલા 
              ચંદુલાલ દેવશી નાકરાણી  
              કાંતિલાલ લાલજી સેંઘાણી
              જગદિશ દેવશી વાસાણી
              બાબુલાલ અબજી સાંખલા 
              નારાયણ લાલજી પોકાર  
ઓડીટર - એડ.મગનલાલ વીરજી પોકાર
                નરેન્દ્ર મેઘજી રૂડાણી.
 
 
 
 
 
 
 
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106