Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

વાસ્તુપૂજન : બોરસદ કચ્છ કડવા સનાતન સમાજની નૂતન સમાજવાડી 'ઉમા પાર્ક' નું ઉદ્દઘાટન...વાસદ-બગોદરા સિકસ લેન ધોરીમાર્ગ પર નિર્માણ કરાયું...બોરસદ સમાજનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું.839839 Views

વાસ્તુપૂજન : બોરસદ કચ્છ કડવા સનાતન સમાજની નૂતન સમાજવાડી 'ઉમા પાર્ક' નું ઉદ્દઘાટન...વાસદ-બગોદરા સિકસ લેન ધોરીમાર્ગ પર નિર્માણ કરાયું...બોરસદ સમાજનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું.

( ગૌતમ હળપાણી દ્વારા )

સામાજિક, ધાર્મિક, માંગલિક જેવા બહુહેતુક ઉપયોગ માટે બોરસદ કચ્છ કડવા સનાતન પાટીદાર સમાજ દ્વારા વાસદ-બગોદરા સિકસ લેન ધોરીમાર્ગ બોરસદ પર બે વર્ષ અગાઉ જમીન નું અધિગ્રહણ કરવામાં આવેલ હતું જેમાં સમાજની હાલની જરૂરીયાત સંતોષાય તે મુજબ રૂમો,કિચન શેડ, ટોઇલેટ બ્લોક અને કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામા આવેલ તે સમાજના ભવન "ઉમા પાર્ક" ના મંગળ પ્રવેશ નિમિત્તે વાસ્તુ હવનનો કાર્યક્રમ તા. 28-3-22 ના સોમવાર, ફાગણ વદ એકાદશીના રોજ સંપન્ન કરવામાં આવેલ.
દાતાઓના વરદહસ્તે ઉદ્દઘાટન
નિર્ધારિત દિવસે વહેલી સવારે 6-30 કલાકે ઉમા પાર્કના પટાંગણમાં સર્વે સમાજ્જનોની ઉપસ્થિતિમાં પ્રથમ પ્રવેશના દાતા દ્વારા ઢોલ નગારાંના તાલે પ્રથમ પ્રવેશ કરાવવામાં આવ્યો. ત્યાર બાદ પ્રવેશદ્વારના દાતા દ્વારા ગેટનું , ત્યાર બાદ ક્રમાનુસાર રસોડાના શેડનું, રૂમ નં 1 અને 2 નું , યજ્ઞ મંડપનું, જે તે ચડાવો લેનાર દાતાઓ દ્વારા શ્રીફળ વધેરી, કુમ તિલક કરી, રીબીન ખોલીને ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
વાસ્તુ હવન પણ યોજાયો
ત્યારબાદ 9-00 કલાકે સ્વ.વસુબેન રતનશી ભાઇ છાભૈયા હ. સુપુત્ર અરવિંભાઈ અને પૌત્ર ડૉ. મયુરભાઈ અને સમસ્ત છાભૈયા પરિવારના મુખ્ય યજમાનપદે અને બીજા નવ સહયજમાનની સાથે વાસ્તુ હવન સંપન્ન કરવામાં આવેલ.
૭૫ થી પણ વધુ દાતાઓનું સન્માન કરાયું
બપોરના મહાપ્રસાદ બાદ ઢળતા પહોરે "ઉમા પાર્ક" ના નિર્માણમાં તથા વાસ્તુ હવન નિમિત્તે ફૂલ નહિ ને ફૂલની પાંખડી સ્વરૂપે આર્થિક સહયોગ આપનાર અને વસ્તુ ભેટ આપનાર 75 થી વધુ દાતાઓનો સન્માન કાર્યક્રમ સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પરબતભાઇ ચૌહાણના અધ્યક્ષપદે યોજવામાં આવેલ જેમાં સમાજ, મહીલા મંડળ અને યુવા મંડળના મુખ્ય હોદ્દેદારોને સ્ટેજ પર સ્થાન ગ્રહણ બાદ પ્રાર્થના રાજેન્દ્ર ભાવાણી દ્વારા, સ્વાગત પ્રવચન મહામંત્રી વિરજીભાઈ હળપાણી દ્વારા અને કાર્યક્રમની પ્રસ્તાવના IPP અમૃતભાઈ માકાણી દ્વારા રજૂ કરવામાં આવી. 
ત્યાર બાદ દાતાઓનું સ્મૃતિભેટ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. વચ્ચે વચ્ચે મહિલા મંડળ ઉપપ્રમુખ કસ્તુરબેન હળપાણી, મહિલા મંડળ મહા મંત્રી કોમલબેન ચૌહાણ, મહામંત્રી વિરજીભાઈ હળપાણી, ખજાનચી રમેશભાઈ ચૌહાણ, સલાહકાર રામજીભાઈ ચૌહાણ વી. મહાનુભાવોએ પોતાના અમૂલ્ય સૂચનો સાથે પ્રતિભાવો વ્યક્ત કરેલ હતા.
આ કાર્યક્રમમાં ગઠિત કરેલ વિવિધ સમિતિઓના કાર્યકરો તથા યુવા મંડળના યુવાનોને તેઓની આ અમૂલ્ય માનદ સેવા બદલ સ્થાન ઉપર ઊભા કરીને તાળીઓના ગડગડાટ સાથે બહુમાન કરવામાં આવ્યું હતું.
વાસ્તુ હવન કાર્યક્રમમાં મુખ્ય દાતાઓની યાદી નીચે મુજબ છે.
પ્રથમ પ્રવેશ ના દાતા: સ્વ. કરમસીભાઈ વિરજીભાઈ પોકાર હ. સુપુત્ર મોહનભાઈ.
વાસ્તુ હવનના મુખ્ય યજમાન: સ્વ. વસુબેન રતનશી ભાઈ છાભૈયા હ. છાભૈયા પરિવાર.
બપોરના મહાપ્રસાદના દાતા: સ્વ.હરિભાઈ પ્રેમજીભાઈ જબુવાણી હ.નવીનભાઈ, વિજયભાઈ અને કિશોરભાઈ.
રૂમ નં 1 નાં દાતા: સ્વ પરબતભાઇ વાલજીભાઇ ચૌહાણ હ.ખીમજીભાઈ, પરસોતમભાઈ, ભવાનભાઈ.
રૂમ નં 2 ના દાતા: (1) અમૃતભાઇ લખુભાઇ માકાણી હ. નીરવકુમાર અને ભાવિક કુમાર (2) રામજીભાઇ ખેતસીભાઈ ચૌહાણ હ. સંજય ભાઈ.
રસોડાના શેડના દાતા: (૧) જયંતીભાઈ પ્રેમજીભાઈ પોકાર હ. મણિલાલ અને પ્રવીણ ભાઇ (૨) બાબુભાઈ મેઘજીભાઈ પેથાણી હ. મનસુખભાઈ, હિતેશભાઈ, લીલાધરભાઈ.
યજ્ઞ મંડપના દાતા: સ્વ. ગંગદાસભાઈ પચાણભાઈ પેથાણી હ. રવજીભાઇ અને રમેશભાઈ.
ગેટ નં 2 ના દાતા: સ્વ. ખેતશી ભાઈ નાયાભાઈ ચૌહાણ, હ અમૃતભાઈ.
સાંજના ભોજન દાતા: શિવદાસ ભાઈ વાલજીભાઇ ચૌહાણ, હ. સ્વ. મણિલાલ,રમેશભાઈ, રાકેશભાઈ.
યુવક મંડળ ટી શર્ટના દાતા: સ્વ. હરીભાઇ વાલજીભાઇ ચૌહાણ, હ. નારણભાઈ અને લાલજીભાઈ.
કલર કામના દાતા: (૧) ભરતભાઈ પરબતભાઇ ચૌહાણ અને (૨) તેજસભાઇ પ્રકાશભાઈ ચૌહાણ.
આ ઉપરાંત સિલીંગ ફેનના, ખુરશીના, સહાયક ભોજનના, યજ્ઞ પ્રસાદીના, હવનના સહાયક યજમાન, તિજોરીના, મંદિરના, લાકડાના તથા આરસીસીના બાંકડાના વિગેરેના 60 થી વધુ દાતાઓના શાલ અને સ્મૃતિભેટથી સન્માન કરવામાં આવેલ.
પ્રમુખે સહયોગ માટે દરેકનો આભાર માન્યો
પ્રમુખ સ્થાનેથી ખીમજીભાઈ પરબતભાઇ ચૌહાણે "ઉમા પાર્ક" ના નિર્માણમાં તન, મન અને ધનથી સહયોગ આપનાર સર્વે જ્ઞાતિજનોનો આભાર માનેલ અને ભવિષ્યમાં પણ આવો જ સહકાર મળતો રહેશે તેવો આશાવાદ વ્યકત કરેલ. 
અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ ધીરજભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી.રાષ્ટ્રગીતના ગાન બાદ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી અને સમૂહ રાત્રિ ભોજન બાદ સર્વે જ્ઞાતિજનો છૂટા પડેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગૌતમ હળપાણી, મોહનભાઈ પોકાર, રાજેન્દ્ર ભાવાણી અને નીરવ માકાણીએ કર્યું હતું.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106