Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

સાવધાન! : બહાર રહેતા પાટીદાર ભાઈઓની કચ્છમાં આવેલ મિલકતો ગમે ત્યારે હડપ થઈ શકે છે...માતાનામઢના ધરમશી મનજી રંગાણીએ મથલની તેમની મિલકત હડપ થઈ જતાં લેન્ડ ગ્રેબિંગ તળે પોલીસ ફરિયાદ કરી...19221922 Views

સાવધાન! : બહાર રહેતા પાટીદાર ભાઈઓની કચ્છમાં આવેલ મિલકતો ગમે ત્યારે હડપ થઈ શકે છે...માતાનામઢના ધરમશી મનજી રંગાણીએ મથલની તેમની મિલકત હડપ થઈ જતાં લેન્ડ ગ્રેબિંગ તળે પોલીસ ફરિયાદ કરી...

કચ્છમાં ખાનગી માલિકીની જમીનો હડપ કરી જવાના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. ખાસ કરીને પરદેશ રહેતા કચ્છીઓની મિલકતો અસામાજિક તત્ત્વોના સોફટ ટાર્ગેટ પર આવી રહી છે.
રહેણાંક મકાનમાં દબાણ કરી ટાયર પંચરની દુકાન બનાવી દીધી!
કચ્છમાં મૂળ માતાનામઢના અને હાલમાં મહારાષ્ટ્રના કલ્યાણમાં રહેતા ધરમશી મનજી રંગાણી કોરોનાકાળ પૂરો થયા બાદ દેશમાં આવ્યા ત્યારે નખત્રાણા તાલુકાના મથલમાં આવેલ તેમના માતાના નામની મિલકતની સંભાળ લેવા ગયા ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે તેમની માલિકીના મકાનનું દબાણ કરી ત્યાં રામદેવ ટાયર સર્વિસ નામની ટાયર પંકચરની દુકાન ચાલુ કરી દેવામાં આવી હતી !!
માતાના નામની મિલકત હડપ કરી ગયા...
નખત્રાણા પોલીસ મથકે ધરમશીભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની નાની જાનબાઈ ડાયા ચૌધરીને સરકારશ્રી તરફથી ૧૦૦ ચો.વા. નો પ્લોટ મંજૂર થયેલ જે વારસાઈથી તેમની માતા હંસાબેન ડાયા ચૌધરીના નામે મથલ ગ્રામ પંચાયતમાં મિલકત નંબર ૦૧/૪૧૮ થી દાખલ છે તે મિલકત પર આ કામના આરોપી મથલના લાખા ઉર્ફે ગાભા દેવા રબારીએ ગેરકાયદે કબજો મેળવી વર્ષ ૨૦૨૦ માં મથલના જ સહઆરોપી શંકરલાલ કાનજી ભદ્રુને આ મિલકત વેચી દીધી છે.
લેન્ડ ગ્રેબિંગ કાયદા ત લેન્ડ ળે પોલીસ ફરિયાદ નોંધાવી...
આ મકાન પર હાલ રામદેવ ટાયર સર્વિસ નામની ટાયર પંચરની દુકાન છે. આ બંને આરોપી વિરુદ્ધ મિલકત પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ છે.
આ સંજોગોમાં પરદેશ રહેતા ભાઈઓ દેશમાં આવેલી તેમની મિલકત બાબતે સાવચેત રહે તે જરૂરી છે. વર્ષમાં એકાદ વખત આંટોફેરો કરી સંભાળ લે અને ગ્રામ પંચાયતમાં પણ નિયમિત વેરા ભરપાઈ કરવાનું રાખે...
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106