Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

BIG BREAKING: વિવાદાસ્પદ માંડવી પ્રકરણનો આખરે સુખદ અંત? માતાજીના સાન્નિધ્યમાં વાંઢાય ખાતે હંસરાજભાઈ ધોળુની મહત્વપૂર્ણ જાહેરાત...જો કે કેન્દ્રીય સમાજ તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા નહીં !19231923 Views

BIG BREAKING: વિવાદાસ્પદ માંડવી પ્રકરણનો આખરે સુખદ અંત? માતાજીના સાન્નિધ્યમાં વાંઢાય ખાતે હંસરાજભાઈ ધોળુની મહત્વપૂર્ણ જાહેરાત...જો કે કેન્દ્રીય સમાજ તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા નહીં !

સમગ્ર સમાજને છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી સતાવી રહેલું માંડવી હોસ્ટેલ પ્રકરણ આખરે કંઠીપટના પાટીદારોની પહેલથી પુરું થઈ ગયાની જાહેરાત ઉમિયા માતાજી સંસ્થાન વાંઢાયના પ્રમુખ હંસરાજભાઈ ધોળુએ કરી છે.
આજે વાંઢાય ખાતે ઉમિયા માતાજી મંદિરના અમૃત મહોત્સવના વિજય સ્તંભ આરોહણ કાર્યક્રમમાં સમગ્ર કચ્છભરમાંથી ઉમટી પડેલા માતાજીના ભકતોના હર્ષનાદો વચ્ચે હંસરાજભાઈ ધોળુએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
કંઠીપટના ભાઈઓની બેઠકમાં નિર્ણય લેવાયો...
માંડવી તાલુકાના દુર્ગાપુર ખાતે ૨૦ ફેબ્રુઆરીના કંઠીપટ વિસ્તારના ભાઈઓની એક સભા યોજાઈ હતી જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. માંડવી હોસ્ટેલ પ્રકરણને લઇને માંડવી તાલુકાના પાટીદારોમાં પણ તડાં પડી ગયાં હતાં અને સનાતની સમુદાયમાં પણ અનેક સામાજિક અડચણો ઉભી થતાં આ પ્રકરણનો અંત લાવવા માટે ખુદ માંડવીના ભાઈઓ જ લાંબા સમયથી પ્રયત્નો કરી રહ્યા હતા.
માત્ર એક મુદ્દા પર સમાધાન પ્રક્રિયા અટકી હતી...
ગત ૨૪ ડિસેમ્બરના વાંઢાય ખાતે આ વિવાદાસ્પદ પ્રકરણના નિરાકરણ માટે કેન્દ્રીય સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સર્વોદય ટ્રસ્ટના અગ્રણીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી જેમાં ૧૫ પૈકી ૧૪ મુદ્દા પર સહમતી બની હતી, માત્ર ૧૧ નંબરના મુદ્દા પર સહમતી સાધી શકાઈ નહોતી.
શું હતો આ ૧૧ નંબરનો મુદ્દો?
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય સમાજે એવો આગ્રહ રાખ્યો હતો કે સર્વોદય ટ્રસ્ટ એવું લખી આપે કે માંડવી હોસ્ટેલની મિલકત શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની છે.. પરંતુ સર્વોદય ટ્રસ્ટવાળા આવું લખાણ કરી આપવા તૈયાર ન થતાં વાટાઘાટો પડી ભાંગી હતી. કેટલીક લીગલ બાબતોને લઈને સર્વોદય ટ્રસ્ટવાળા આવું લખાણ કરવાની ના પાડી રહયા હોવાનું આ સમાધાન પ્રક્રિયા સાથે સંકળાયેલા વર્તુળોએ જણાવ્યું હતું.
પણ કેન્દ્રીય સમાજની કોઈ જ પ્રતિક્રિયા નહીં...
જો કે હંસરાજભાઈ ધોળુની આજની જાહેરાત બાદ કેન્દ્રીય સમાજ તરફથી હજુ સુધી કોઈ પણ પ્રતિક્રિયા બહાર આવી નથી.વાંઢાયના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય સમાજના કેટલાક હોદ્દેદારોને આ બાબતે પૂછતાં તેમણે પણ અજ્ઞાનતા દર્શાવી હતી. 
અત્રે એ નોંધવું જરૂરી છે કે દુર્ગાપુર ખાતે ૨૦ ફેબ્રુઆરીના યોજાયેલી કંઠીપટના ભાઈઓની મિટિંગમાં માંડવી તાલુકાના કેન્દ્રીય સમાજના પદાધિકારીઓ પણ ઉપસ્થિત હતા એટલે તેમણે બેઠકના નિર્ણયથી મોવડી મંડળને અવગત કર્યા જ હશે પણ ગમે તે કારણસર સમાજ તરફથી આ મહત્વપૂર્ણ બાબતે કોઈ જ પ્રતિક્રિયા આવી નથી તે શોચનિય છે.
 
 
 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106