Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ફરીથી સંસદ હુમલા જેવું મોટું ષડયંત્ર? સંસદ ભવન પાસે કોડવર્ડ લખેલી ચિઠ્ઠી સાથે પકડાયો એક શંકાસ્પદ511511 Views

સંસદ હુમલાને કોઈપણ ભારતીય જીવનભર ક્યારેય ભૂલી નહીં શકે. તેવામાં દિલ્હી પોલીસે બુધવારે સંસદ ભવન પાસે એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક પાસે કોડવર્ડમાં લખેલી ચિઠ્ઠી મળી આવી છે. હાલ આ શંકાસ્પદ યુવકને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે, જ્યાં તેની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ જ નહીં, પણ આઈબી અને ખુફિયા એજન્સીઓ પણ આ શંકાસ્પદ યુવકની તપાસ કરી રહી છે.

શંકાસ્પદ યુવક ઝડપાતાં જ સંસદ ભવન અને આસપાસના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઝડપાયેલો યુવક કાશ્મીરી છે. તે શંકાસ્પદ હાલતમાં સંસદ ભવનની આસપાસ ફરી રહ્યો હતો. સંસદ ભવનની સુરક્ષામાં હાજર CRPFના જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. યુવકનું નામ ફિરદૌસ જણાવવામાં આવી રહ્યું છે. અને તેની પાસે કોડવર્ડમાં લખેલી એક ચિઠ્ઠી મળી આવતાં પણ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે.

યુવકની પાસેથી આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યું છે. અને બંને ડોક્યુમેન્ટમાં તેનું નામ અલગ-અલગ છે. લાયસન્સમાં તેનું નામ ફિરદૌસ લખેલું છે, તો આધાર કાર્ડમાં તેનું નામ મંઝૂર અહમદ અહંગેર છે. અને જમ્મુ-કાશ્મીરના બડગામનું સરનામું લખેલું છે.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે આ ઈસમ 2016માં દિલ્હી આવ્યો હતો. અને બાદમાં જણાવ્યું કે, લોકડાઉનમાં તે અહીં આવી ગયો હતો. જ્યારે પોલીસે પુછ્યું કે તે ક્યાં રહે છે તો તેણે કહ્યું કે, ક્યારેક જામા મસ્જિદ, ક્યારેક નિઝામુદ્દીન તો ક્યારેક જામિયા વિસ્તારમાં રહે છે. અલગ-અલગ નિવેદન અને ડોક્યુમેન્ટને કારણે ભારતની ખુફિયા એજન્સીઓએ પણ આ યુવકની પુછપરછ શરૂ કરી છે.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106