સૌરાષ્ટ્ર દર્શન....વડોદરા CITY મહિલા મંડળના પ્રવાસમાં 38 બહેનો જોડાઈ
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર મહિલા સંઘ વડોદરા સીટી સમાજ બહેનો દ્વારા 8 થી 10 જાન્યુઆરી, બે દિવસના સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
સમાજવાડીએથી એસી બસ દ્વારા ચોટીલા, વિરપુર ,ખોડલધામ, જુનાગઢ, સોમનાથ ,પ્રભાસ પાટણ, ગાંઠીલા ઉમિયા માતાજી મંદિર, ધોરાજી, સિદસર, સાળંગપુરનો પ્રવાસ યોજાયેલ જેમાં
મહિલા મંડળમાંથી વડીલ માતાઓ,બહેનની 38 સંખ્યા અને 2 ભાઈઓ સાથે ગયા હતા.
પ્રવાસમાં સૌ બહેનોએ ખૂબ આનંદ અને મોજ માણી હતી. બધા જ મંદિરોમાં સરસ દર્શન અને ભોજનની વ્યવસ્થા થઈ હતી. તારીખ 10 ના રાતે 2:00 વાગે વડોદરા સીટી સમાજવાડીમાં સૌ સુખરૂપ પરત ફર્યા
હતા.