કોલ્હાપુર ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા બનતી ગડુલી સુપર કિંગ...ટીમ ગન ફાઈટર ઉપવિજેતા
PRO. મગનભાઈ ગોરાણી
(પ્રવક્તા હરેશ માકાણી કોલ્હાપુર )
Dmg Region Mahalaxmi Vibhag મિશન સ્પોર્ટ્સ અંતર્ગત શ્રી કોલ્હાપુર પાટીદાર સનાતન યુવક મંડળ આયોજિત G Board Cup KPCL-3 Tennis Ball Cricket Tournament 2024 નું ભવ્ય આયોજન શાસ્ત્રીનગર ક્રિકેટ ગ્રાઉન્ડ કોલ્હાપુર ખાતે તા.29, 30એપ્રિલ 1 મે એમ ત્રણ દિવસ કરવામાં આવ્યું હતું .
સ્પર્ધાનું આયોજન દિવસ અને રાત્રી પદ્ધતિથી કરવામા આવેલ હતુ. આ સ્પર્ધામાં ભાછા ટાઇટન્સ, પાટીદાર લાઈન્સ, ગન ફાઈટર, ગડુલી સુપર કિંગ, શિરોલી પેંથર,7UP ટ્રાયકર્સ, ભીમા વોરિયર્સ અને આશાપુરા ફાઈટર એમ આઠ ટિમો એ ભાગ લીધે હતો.
સ્પર્ધાની શરુઆત સમાજના વડીલોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. Opening Ceremony પ્રસંગે KPCL-3 ના મુખ્ય સ્પોન્સર G Board ના ડાયરેક્ટર શ્રી શંકરભાઈ અને શ્રી તુલસીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
ફાઇનલ મેચમાં Gaduli Super kings v/s Gun Fighters વચ્ચે યોજાઈ હતી.
ગન ફાઈટરએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધેલ. ગડુલી સુપર કિંગ ફક્ત 24 રનમાં 5 વિકેટ આઉટ થવા થી ટિમ ઘણી મુશ્કેલમાં આવેલ હતી ત્યારબાદ ટીમના કેપ્ટન મહેશ માકાણી (15 બોલ 26 રન )અને વાઇસ કેપ્ટન રોહિત ચૌહાણ (23બોલ 52 રન નોટ આઉટ ) બંને સાથે મળીને 31 બોલ માં 72 રનની પાર્ટનરશીપ કરેલ હતી અને છેલ્લે હેમાંગે 7બોલ માં નોટઆઉટ 21 રન કરી ગડુલી સુપર કિંગનો સ્કોર 10 ઓવર માં 122/6 રન કર્યા હતા.
ગન ફાઈટરએ પણ તેમની શરૂઆત ધમાકેદાર કરી હતી..અંતે તેમની ટીમ 109 /5 રન બનાવી શકી અને છેલ્લે માત્ર 13 રનથી Gaduli Super King's જી બોર્ડ ચેમ્પિયન ટ્રોફીની ફાઇનેલ વિજેતા બની હતી.
સંપૂર્ણ મેચ જોવા માટે નાના છોકરાથી માંડીને મહિલાઓ, યુવકો,વડીલો એ ત્રણ દિવસ ખુબજ આનંદ લીધો..અને સર્વેની રાત્રી જમવાની વ્યવસ્થા ગ્રાઉન્ડ ઉપર જ કરવામાં આવેલ હતી.
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ દાતાઓ દ્વારા ખુબ સરસ સહયોગ મળેલ હતો અને યુવક મંડળના સર્વે પદાધિકારીઓએ ખૂબ એવી મહેનત કરી સ્પર્ધાને યશસ્વી બનાવી હતી.
Tournament દરમિયાન યુવક મંડળના
પ્રમુખ ગીરીશભાઈ ભાવાણી, ઈવેન્ટ ચેરમેન શંકરભાઈ લીંબાણી,યુવક મંડળ મહામંત્રી ઈશ્વરભાઈ છાભૈયા,તેમજ સ્પોર્ટ્સ કન્વીનર વિપુલ પોકાર, તેમજ શૈલેષ નાકરાણી મુકેશ નાકરાણી વિનોદ ભાવાણી, ઉપપ્રમુખ હરેશભાઈ લીંબાણી તુલસીભાઈ ગોરાણી તેમજ સર્વે કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.