અભિનંદન : કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેનપદે નખત્રાણાના લાલજીભાઈ હંસરાજ રામાણીની ગૌરવરૂપ વરણી
કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે નખત્રાણાના સહકારી અગ્રણી અને ભાજપના પીઢ નેતા લાલજીભાઈ હંસરાજ રામાણીની ગૌરવરૂપ વરણી કરવામાં આવી છે.
ગઈકાલે ભુજ ખાતે મળેલી સંઘની મીટિંગમાં આગામી ૨.૫ વર્ષ માટે લાલજીભાઈ રામાણી ચેરમેન તરીકે બીનહરીફ ચૂંટાઈ આવતાં સહકારી ક્ષેત્રે નખત્રાણા તાલુકાનો દબદબો વધ્યો છે.
લાલજીભાઈ રામાણી હાલમાં નખત્રાણા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે છેલ્લા ૧૫ વર્ષ ( પાંચ ટર્મ )થી સેવા આપી રહ્યા છે. તેઓ APMC નખત્રાણામાં ડાયરેક્ટર અને નખત્રાણા ક્રેડીટ કો.ઓ.સોસાયટીના વાઈસ ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે.
નખત્રાણા જીએમડીસી કોલેજના ટ્રસ્ટી ઉપરાંત દેવાશિષ હોસ્પિટલ નખત્રાણા અને પાટીદાર સમાજની અનેક સંસ્થાઓમાં લાલજીભાઈ રામાણી વર્ષોથી સેવા આપી રહ્યા છે.
ચેરમેન તરીકે થયેલ આ વરણીથી લાલજીભાઈ રામાણીએ કચ્છ કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધાર્યું છે અને આ મોટી ઉપલબ્ધિ બદલ તેમને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે.