સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ હવે સમગ્ર મામલાની તપાસ કંઈક નવા એંગલથી કરી રહી છે. આ કેસમાં હવે બાન્દ્રામાં સુશાંત જે બિલ્ડિંગમાં રહેતો એના પાડોશમાં રહેતી એક મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય વધારે ગૂઢ બન્યું છે.
પાડોશમાં રહેતી મહિલાએ જણાવ્યું કે, સુશાંતના રૂમની લાઈટ 13 જૂનની રાત્રે બંધ થઈ હતી. ફક્ત કિચનની લાઈટ ચાલુ હતી. એવું ક્યારેય નહોતું બન્યું કે આ રીતે લાઇટ બંધ થઈ જાય. સામાન્ય રીતે સુશાંતના રૂમની લાઈટ રાત્રિના 4 વાગ્યા સુધી ચાલુ રહેતી હતી. પરંતુ તે દિવસે રાત્રે 10.30 વાગ્યે લાઈટ બંધ કરવામાં આવી હતી. 13 જૂનની રાત્રે સુશાંત સિંહ રાજપૂતના ઘરે કોઈ પાર્ટી રાખવામાં આવી નહોતી. મહિલાએ તે દિવસે કંઇક ખોટું થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે પાડોશી મહિલાનું નિવેદન મહત્વપૂર્ણ રીતે બહાર આવ્યું છે. હવે સીબીઆઈની ટીમ મહિલાના નિવેદન પરથી પણ તપાસ કરશે. મહિલાના નિવેદન બાદથી સુશાંતના રૂમનું રહસ્ય ઘેરાયું છે. હવે સોશિયલ મીડિયા પર અને સુત્રો દ્વારા એ અટકળો વધારે તેજ બની ગઈ છે કે સુશાંતને 13 જૂને જ મારી નાખવામાં આવ્યો અને 14 જૂને આત્મહત્યાનું નાટક કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીબીઆઈ હવે આ મામલે વધારે તપાસ કરી રહી છે.
બીજી તરફ સુશાંત કેસમાં સીબીઆઈએ તેની તપાસ ઝડપી કરી દીધી છે. સીબીઆઈની ટીમ બાંદ્રાના સુશાંતના ફ્લેટમાં હાજર છે. લગભગ 12 ફોરેન્સિક નિષ્ણાતો, 6-8 સીબીઆઈ અધિકારીઓ મોતના દિવસનું રિક્રિએશન કરશે અને આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે. ડમીનો ઉપયોગ સીન રિક્રેઅશન માટે કરવામાં આવશે. સુશાંતનો કૂક નીરજ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાની પણ સીબીઆઈ અને ફોરેન્સિક્સની ટીમ સાથે હાજર છે. તે દિવસે શું અને કેવી રીતે થયું તે માહિતી આપશે.