ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો તેમ છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો હતો આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.
સભાને સંબોધ્યા બાદ ચપ્પલ ફેંકાયુ
કરજણના કુરાલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.
સરકાર સારૂં કામ કરે છે
નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.
સભાને સંબોધ્યા બાદ ચપ્પલ ફેંકાયુ
કરજણના કુરાલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં ઈંડા ફેંકાયા હતા
સુરતના યોગીચોક વિસ્તારમાં ધારીની પેટાચૂંટણી માટે મત માંગવા આવેલા કાકડીયાની સભા પર પણ ઈંડા ફેંકવામાં આવ્યાં હતાં. જો કે તેમાં પોલીસે ગુનો નોંધીને બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. સાથે જ કોંગ્રેસના કોર્પોરેટરના પતિની પણ ઈંડા ફેંકવના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.
ગૃહમંત્રી પર ચપ્પલ ફેંકાયેલુ
માર્ચ 2017માં ગાંધીનગર વિધાનસભા બહાર પત્રકારોને સંબોધી રહેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી પર ચંપલ ફેંકનારા યુવકની ઓળખ ગોપાલ ગોરધનભાઇ પટેલ (ઇટાલિયા) તરીકે થઇ હતી. જો કે તે વખતે પ્રદિપસિંહને ચપ્પલ વાગ્યું નહોતું.