Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

પતિના મૃત્યુ બાદ ભુજના નાના એવા ગામની યુવતી પગભર બની, હોસ્પિ.માં નોકરી કરી પરિવારનું કરે છે ભરણપોષણ555555 Views

દેશમાં મહિલાઓ હવે પુરુષ સમોવડી બની રહી છે. ઘણા ક્ષેત્રમાં તો મહિલાઓ પુરુષોથી પણ આગળ નીકળી રહી છે અને આર્થિક રીતે પગભર બની છે. આજે મહિલા સમાનતા દિવસ છે, ત્યારે પરિવારમાં પુરુષની ખોટ પડે અને પરિવારના સભ્યોને ભરણપોષણની જવાબદારી જ્યારે નાની ઉંમરની બહેનો પર આવી પડે ત્યારે માથે આભ તૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ સંજોગોમાં હિંમત ન હારીને કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા જુરા ગામની વિધવા યુવતી રીના અમલ આર્થિક રીતે પગભર બની છે. તેઓ હાલ અદાણી હોસ્પિટલમાં નોકરી કરી માસિક રૂ.10,00ની આવક મેળવી રહ્યા છે.

રીનાબેનને વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, મહિલાઓ પગભર બની શકે છે. મહિલાઓ ઓછું ભણેલી હોય તો પણ પોતાની કાબેલિયતથી આગળ આવી શકે છે. આજે તેઓ પગભર છે. તેમને બે બાળકો છે અને તેમનું ભરણપોષણ અને ભણાવવા સુધીનો ખર્ચ તેઓ કરી રહ્યા છે.

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના નાના એવા જુરા ગામનાં વાતની રીનાબહેન સુનીલભાઈ અમલ લગ્ન બાદ ગૃહિણી સાથે નાનું એવું કામકાજ કરી પોતાના પતિને મદદરૂપ થતા હતા. જો કે સુખી લગ્ન જીવનમાં અચાનક જ એક આઘાતજનક ઘટના બની. તેમના પતિનું મૃત્યુ થતા તેઓ નિરાધાર થઈ ગયા. જેને પગલે રીનાબહેન પર આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ. તેમજ કુટુંબના ભરણપોષણનો બોજ પણ માથે આવ્યો. રીનાબહેન પોતાના ઘરનું ગુજરાન ચલાવવા નાનું મોટું કામકાજ કરી અને દૈનિક ખર્ચને પહોંચી વળવા તનતોડ મહેનત કરતા. આ દરમ્યાનમાં ‘વિશ્વાસ સખી મંડળ’નાં સભ્યના સંપર્કમાં આવ્યા અને મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંગે માહિતી મેળવી.

30 દિવસનો એક તાલીમ કોર્ષ કરી અદાણી હોસ્પિટલમાં PCA બની ગયા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર વચ્ચે થયેલ MOU અંતર્ગત વિધવા બનેનોને આજીવિકા મળી રહે તે ઉદેશથી GDA ( જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ )નામથી 30 દિવસના એક તાલીમ કોર્ષમાં ભાગ લીધો. આ કોર્ષ અંતગર્ત રીનાબહેને 15 દિવસ માટે થિયરી અને 15 દિવસ માટે અદાણી હોસ્પિટલ ખાતે પ્રેક્ટિકલની તાલીમ લીધી. આ તાલીમ પૂર્ણ થયા બાદ દરેક બહેનોને અલગ અલગ હોસ્પિટલમાં નોકરી અપાવવામાં આવી હતી. જેમાં રીનાબહેનની કાબેલિયત અને નવું શીખવાની ધગશને ધ્યાને લઇ તેમને અદાણી હોસ્પિટલમાં જ PCA (Patient care attendant )તરીકે નોકરી આપવામા આવી. આ નોકરી બદલે હાલ તેઓ માસિક રૂ.10,000 વેતન મેળવી રહ્યા છે અને ઘરનું ગુજરાન ચલાવે છે. આમ તેઓએ પતિની ખોટ ઘરમાં પડવા દીધી નથી અને પગભર બની એક પુરુષ સમોવડી બની ફરજ નિભાવી રહ્યા છે.

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106