બ્રિટનના ફ્રેન્ક રોથવેલનો એટલાન્ટિક મહાસાગરમાં વર્લ્ડ રેકોર્ડ
બ્રિટનના ફ્રેન્ક રોથવેલ સારા હેતુ માટે એટલાન્ટિક મહાસાગરમાં એકલા રોઇંગ કર્યું છે. 70 વર્ષના રોથવેલ તેના માટે બે મહિના સુધી સમુદ્રમાં એકલા રહ્યા હતા. એકલા જ લગભગ 3 હજાર માઈલ (લગભગ 4828 કિમી) રોઈંગ કરીને તેમણે રેકોર્ડ પણ બનાવ્યો. તેઓ એટલાન્ટિક મહાસાગરમાં આટલું લાંબુ રોઈંગ કરનારા સૌથી વયોવૃદ્ધ રોઅર બન્યા છે. તેમણે 7 લાખ પાઉન્ડ (લગભગ રૂ.7.02 કરોડ)ની રકમ ચેરિટી માટે એકઠી કરી. આ રકમ તેઓ ડિમેન્શિાના રિસર્ચ માટે અલ્ઝાઈમર રિસર્ચ યુકેને આપશે. રોથવેલે 12 ડિસેમ્બરના રોજ સ્પેનના લા ગોમેરા આઉલેન્ડથી રોઈંગની શરૂઆત કરી હતી અને એન્ટીગામાં સમાપ્ત કરી. આઈસલેન્ડના ફૂડ્સ ચેરિટેબલ ફાઉન્ડેશને લગભગ રૂ.5 કરોડનું ડોનેશન આપ્યું.
રોથવેલે 18 મહિના તૈયારી કરી હતી
રોથવેલે કહ્યું, ‘ફિનિશ કરતા સમયે હું ઘણો ભાવુક થઈ ગયો હતો. લગભગ 6 સપ્તાહ સુધી એટલાન્ટિકમાં રોઈંગ કર્યું. 18 મહિનાની તૈયારી અને ટ્રેનિંગની મદદથી આ ચેલેન્જ પૂરી કરી શક્યો છું. એટલે મેં જે કંઈ પ્રાપ્ત કર્યું તેના પર મને ગર્વ છે’.