Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

વસંત પંચમીના ચેન્નૈ અને તીરૂપુર ખાતે યોજાયેલ દક્ષિણ ભારત સમાજના ૨૬ મા સમૂહલગ્નમાં ૧૧ નવયુગલો જોડાયા6161 Views

શ્રી દક્ષિણ ભારત કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ૨૬મો સમૂહલગ્નોત્સવ વસંત પંચમીના યોજાયો હતો જેમાં ચેન્નૈ ખાતે ૭ અને તીરૂપુર ખાતે ૪ એમકુલ ૧૧ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

વસંત પંચમીના વહેલી પરોઢે ૫.૩૦ કલાકે લગ્ન વધામણાં, ૬.૦૦ કલાકે માંડવા બાદ ૭.૪૫ કલાકે વરરાજાઓને બગીઓમાં બિરાજમાન કરી ભવ્ય વરઘોડો કાઢવામાં આવેલ, જેમાં બેન્ડપાર્ટી સાથે વિશાળ જનમેદનીને નાચતિ જોવાનો લ્હાવો અદ્ભૂત હતો.

ચેન્નૈ ખાતે મુખ્ય ગોર જગદીશ મહારાજ અને તીરૂપુર ખાતે ધર્મેશ મહારાજે વૈદિક મંત્રોચ્ચાર સાથે સપ્તપદીના ફેરા ફરાવી, હિન્દુ સનાતન પરંપરાનુસાર લગ્નગ્રંથીથી જોડી ગૃહસ્થાશ્રમમાં મંગલ પ્રવેશ કરાવેલ.

આશીર્વચન સમારોહમાં ચેન્નૈ ખાતે દક્ષિણ ભારત સમાજના પ્રમુખ ખીમજીભાઈ ભાવાણી, પૂર્વ પ્રમુખ નથુભાઈ ભાવાણી, જોગેશભાઈ પોકાર, રવજીભાઈ ભાદાણી, મનજીભાઈ રંગાણી, સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ નાનજીભાઈ જાદવાણીએ નવયુગલોને આશિર્વચન આપેલ.

દર વર્ષની જેમસમાજના ગુપ્ત દાતાઓ તરફથી મળેલ ભેટ-સોગાદનું વિતરણ કરવામાં આવેલ. ૧૫ જેટલી ઘરવપરાશની ચીજવસ્તુઓ દાતા તરફથી ભેટ મળેલ. બપોરના ૧.૩૦ કલાકે કન્યા વિદાયની પળોએ સૌને રડાવી ગયેલ.

ચેન્નૈ ખાતે સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ નાનજીભાઈ જાદવાણી, મંત્રી દિનેશભાઈ લીંબાણીની સમગ્ર ટીમનો સુંદર સહયોગ મળેલ. ચેન્નૈ સમૂહલગ્નના તમામ કાર્યક્રમોનું સંચાલન મંત્રી દિનેશ લીંબાણી અને અમૃતભાઇએ કરેલ.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106