પાકિસ્તાનના વધુ એક અધિકારીનું પરાક્રમ સામે આવ્યુ છે. ઈન્ડોનેશિયામાં પાકિસ્તાનના ભૂતપુર્વ રાજદૂતે રાજધાની જકાર્તામાં દૂતાવાસની ઈમારતને ખૂબ જ સસ્તા ભાવમાં વેચી દીધી હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના 19 વર્ષ અગાઉની છે. પાકિસ્તાનના મીડિયા પ્રમાણે દેશના નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB)એ 19 ઓગસ્ટના રોજ ભૂતપુર્વ રાજદૂત મેજર નજરલ (રિટાયર્ડ) સૈયદ મુસ્તફા અનવર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અનવર પર આરોપ છે કે તેણે વર્ષ 2001-02માં દૂતાવાસની એક ઈમારતને વેચી દીધી હતી. આ ઈમારતનું વેચાણ કરવાને લીધે પાકિસ્તાનને 13.2 લાખ ડોલર (આશરે 22 કરોડ પાકિસ્તાની રૂપિયા)નું નુકસાન થયુ હતું.
સરકારને જાણ કર્યાં વગર જ વેચાણને લગતી જાહેર ખબર આપી દીધી હતી
અનવરે વિદેશ મંત્રાલયની મંજૂરી વગર ઈમારત વેચવાની છે, તેવી એક જાહેરાત પણ આપી દીધી હતી. અત્રે ઉલ્લેખની છે કે કોઈ પણ રાજદૂત વિદેશ મંત્રાલયની મંજૂરી વગર આ પ્રકારના પગલાં ભરી શકે નહીં. NABનો આરોપ છે કે અનવરે ઈન્ડોનેશિયામાં તેની નિમણૂક બાદ જકાર્તાની ઈમારતના વેચાણની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ પ્રક્રિયા શરૂ થયા બાદ તેમણે મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. જોકે, વિદેશ મંત્રાલયે બિલ્ડિંગના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો હતો અને અનવરને અનેક પત્રો લખીને માહિતગાર કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે NABના અધિકારીઓને ગેરલાયક ગણાવ્યા હતા
NAB તરફથી પગલાં ભરવામાં આવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટે આ અંગે આકરી ટીકા કરી હતી. ભ્રષ્ટાચારના કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે કહ્યું હતું કે NABના અધિકારીને અયોગ્ય ઠરાવ્યા છે. ટ્રીબ્યુનલના મતે ચીફ જસ્ટિસ ગુલજાર અહેમદને જાણકારી મળી હતી કે NABના અધિકારી પાસે યોગ્ય પૂછપરછ કરવાની આવશ્યક ક્ષમતા પણ રહી નથી.