સંસ્થાના હોદ્દેદારો
પ્રમુખ - શ્રી કાંતિભાઈ હરીભાઈ લીંબાણી
ઉપપ્રમુખ - શ્રી કેશવલાલ મનજીભાઈ સાંખલા
મહામંત્રી - શ્રી મોહનભાઈ ખીમજીભાઈ લીંબાણી
સહમંત્રી - શ્રી રતિલાલ ડાહ્યાભાઈ દિવાણી
ખજાનચી - શ્રી પ્રવિણભાઈ વિરજીભાઇ ધોળુ
સહખજા. - શ્રી વિઠ્ઠલભાઈ નારણભાઈ સેંઘાણી
સંસ્થાનો ટૂંકો પરિચય
કચ્છમાં ૧૯૮૪-૮૫ ના દુષ્કાળ વખતે શ્રી સર્વ સેવા સંઘ દ્વારા મથલ અને પુઅરેશ્વર ખાતે ઢોરવાડા શરૂ કરવામાં આવેલ. વરસાદ પછી ઢોરવાડા બંધ કરવા છતાં નબળા ઢોરોને તેમના માલિકો લઈ ન જતાં આ અબોલા પશુઓને સાચવવાનો પ્રશ્ન ઉભો થતાં સર્વ સેવા સંઘના વડા શ્રી તારાચંદભાઈ છેડાએ પાટીદાર સમાજ દ્વારા ગૌશાળા શરૂ કરવાનું સૂચન કરવામાં આવતાં તે સમયના વડીલો ખીમજી નાગજી લીંબાણી, મનજી વાલજી ઉખેડાવાળા, વીરજી કરશન ધોળુ, વિશ્રામ હંસરાજ વિગેરે આગેવાનોએ આ પડકાર ઝીલી લીધો અને મથલમાં શ્રી પાટીદાર સેવા સંઘ અને ગૌરક્ષા કેન્દ્રના નેજા હેઠળ જીવદયાની પ્રવૃત્તિ શરૂ કરી જે આજે વટવૃક્ષ જેવી વિશાળ બની ગઈ છે.
૧૯૮૭ માં સંસ્થાને રજીસ્ટર્ડ ટ્રસ્ટ તરીકે નોંધણી કરાવેલ છે.
આ સંસ્થાના પરિસરમાં કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપરાંત ગૌ ગોપાળ અને શંકર ભગવાનનું મંદિર પણ શોભા વધારી રહ્યું છે. પ્રવાસીઓને રહેવા માટે સુંદર અતિથિગૃહ અને ભોજનશાળા પણ છે.