કોરોનાના બીજા રાઉન્ડે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. મહામારીમાં સપડાયેલા લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન કે ઇન્જેક્શન મેળવવાના ફાંફાં પડી રહયા છે અને તે ન મળવાને કારણે લાચાર દર્દીઓ દમ તોડી રહયાના અહેવાલોથી અખબારો છલકાઈ રહ્યા છે..
આ કરૂણ અને ભયાનક પરિસ્થિતિથી આપણો સમાજ પણ બાકાત નથી. જ્ઞાતિના વોટ્સએપ ગ્રુપો અને ડિજિટલ માધ્યમોમાં આવતી જ્ઞાતિની મરણ નોંધો જોશો તો ખ્યાલ આવશે કે ૩૦,૩૫ કે ૪૦-૪૫ વર્ષના કેટલાયે આશાસ્પદ યુવાનોને કોરોના ભરખી ગયો છે ! અસંખ્ય પરિવારો પર રીતસર આભ તૂટી પડ્યું છે.
૧ લી એપ્રિલથી ૨૫ એપ્રિલ સુધીમાં YSK માં જોડાયેલા ૨૦ સભ્યોના આકસ્મિક મૃત્યુ થયાં છે જેમાં ૧૪ તો માત્ર કોરોનાને કારણે થયાં છે ! ગત વર્ષે ૨૦૨૦-૨૧ દરમિયાન સમગ્ર વર્ષમાં ૭૨ મરણ થયા હતા તેના પ્રમાણમાં માત્ર ૨૫ દિવસમાં જ ૨૦ સભ્યોના થયેલ મૃત્યુએ યુવા સંઘ સહિત સમગ્ર સમાજની ચિંતા વધારી દીધી છે...
કેન્દ્રીય યુવા સંઘ દ્વારા ચાલતી મહત્વકાંક્ષી યોજના YSK નું મહત્વ અને તેની જરૂરિયાતનો આજે દરેકને અહેસાસ થઈ રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના કોઈ YSK સભ્યનું આકસ્મિક મૃત્યુ થાય તો મળતી સહાયની રકમ રૂપિયા ૧૦ લાખનું શું મૂલ્ય છે તે તો તેવા પરિવારોને મળીએ ત્યારે જ ખ્યાલ આવે...પણ આ યોજનાએ આ મહામારીના કપરા કાળમાં દેવદૂત બનીને ઘણા પરિવારોને રાહતનો મલમ લગાડયો છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી...
હજુ પણ કંઈ મોડું થયું નથી. જે યુવાનો આ યોજનામાં હજુ સુધી જોડાયા નથી તેઓ વહેલી તકે જોડાઈ જાય તેમાં જ બધાની ભલાઈ છે. યુવા સંઘના પ્રમુખ ડૉ.વસંતભાઈ ધોળુ સમગ્ર યોજના અંગે ટૂંકમાં સરળ રીતે સમજાવે છે..
સામાજિક કર્તવ્યનો ધબકાર એટલે યુવા સુરક્ષા કવચ - YSK યોજના
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના કેન્દ્રીય યુવાસંઘ દ્વારા એક દાયકા ઉપરાંત સમયથી ખુબ સફળતાપૂર્વક અનેશિસ્તબધ્ધરીતેચાલી યુવા સુરક્ષા કવચ (YSK) યોજનાએહાલમાંઆપણી જ્ઞાતિને એક આગવી ઓળખ આપી છે.કોરોના મહામારીમાં અનેક સમાજજનો માટે આર્થિક દીવાદાંડી સાબિત થઇ રહેલ છે. આયોજનાના પાયામાં “અપને લીએ નહિ.... અપનો કે લીએ...”એટલે કે પોતાનાજસમાજજનનેઆર્થિકમદદનોમૂળ ભાવરહેલો છે.
અત્યાર સુધી આ YSK યોજનામાં ૩૯૦૦૦ઉપરાંત સભ્યો જોડાયેલા છે. જે પૈકી ૧૮૮સભ્યોના પરિવારને કુલ ૧૫ કરોડ ૮૭ લાખ રૂપિયા જેટલી સહાયતા રાશી ચૂકવીને યુવાઓએ પોતાનું સામાજિક કર્તવ્ય અદા કર્યું છે.જે પૈકી ગત વર્ષે કોરોના મહામારીના એક વર્ષમાં જ ૭૨ દિવંગત સભ્યોનાપરિવારને પ્રતિ પરિવાર ૧૦ લાખ મુજબ કુલ ૭,૨૦,૦૦,૦૦૦/- (સાત કરોડ વીસ લાખ) રૂપિયાની સહયોગ નિધિ આપી માનવતા મહેકાવી છે.
આ યુવા સુરક્ષા કવચ (YSK) યોજનાની કેટલીક પાયાની બાબતો આજે આપ સમક્ષ મૂકી રહ્યો છું.
- સભ્યની ઉમર મર્યાદા:YSKયોજના સાથે જોડાયેલસમાજના 18 થી 55 વર્ષની ઉંમરના તમામ ભાઈ-બહેનોના આકસ્મિક મૃત્યુ બાદ તેના પરિવારજનોને રૂ. 10 લાખની સહયોગનિધિઆપી આર્થિક સુરક્ષા કવચ આપવાની નેમ છે.
- સભ્યપદ:ઉંમર મુજબ 4 પ્રકારનું સભ્યપદ છે. 18 થી 30 વર્ષ (1500/-), 31 થી 40 વર્ષ (2000), 41 થી 47વર્ષ (2500/-) અને48 થી 55 વર્ષ (3500) ની એડવાન્સ સહયોગનિધિ ભરી સભ્ય તરીકે જોડાઈ શકાય છે.
- યોજનામાં જોડાણ: યોજનામાં ફોર્મ દ્વારા અને Online Link થી Digital રીતે પણ જોડાઈ શકાય છે.પાયાની જરૂરિયાતમાંઆપના પરિવારનો Family ID (સમાજમાં યુવા મંડળ દ્વારા નોધાયેલ પરિવાર ક્રમાંક)હોવોજરૂરી.
- સહયોગ નિધિ: મૃત્યુદીઠ સભ્યપદની કેટેગરીમાંનક્કી કરેલ નાનકડી રકમ ઉપરોક્તસહયોગનિધિમાંથી આપના વતીથીકપાઈને મૃતકના પરિવારને આપાયછે. વર્ષના અંતે ચુક્વાયેલ સહયોગની માહિતી સાથેનું વિગતવાર સહયોગનિધિબીલ મોકલવામાં આવે છે. જે રકમદરેક સભ્ય બેંકમાંરોકડા-ચેકથી કે ઓનલાઇનભરે છે... પુનઃ તેઓની મૂળ રકમ જેટલી સહયોગનીધીની જમા થઇ જાય છે. જેબીજા વર્ષે ઉપયોગમાં લેવાય છે. આ ક્રમ ચાલ્યા જ કરે છે. (ટૂંકમાં માટલીમાં ભરેલ પાણીમાંથી, વપરાયેલ પાણીથી થયેલ ખાલીપો ફરી ભરવો અને વપરાવા માટે આ માટલી ખુલ્લી જ રાખવી).
- વહીવટીય:આ યોજનાના તમામ નીતિનિયમો અને વધુ વિગતો તેમજ ઓડિટેડ હિસાબો વેબસાઈટ પર દરેક માટે ઉપલબ્ધ છે.આ યોજનાનો સંપૂર્ણ વહીવટ અમદાવાદ ઓફીસથી અને બેંક દ્વારા જ (રોકડ લેવડ-દેવડ વગર)અને ડીજીટલ માધ્યમથી થાય છે.
- એડવાન્સમેન્ટ: પ્રવર્તમાન યુવાસંઘ ટીમે સમયની સાથે આ YSK યોજનાને Digital બનાવી છે. તેમાં સભ્યપદ અને વર્ષના અંતે આવતા સહયોગનિધિ બીલની ચુકવણી અને અન્ય રીપોર્ટ તેમજ અન્ય જાણકારી હવેઓનલાઈન સ્વરૂપે પ્રાપ્ત થાય છે.
- વિનંતીસહ પ્રાર્થના: આપણી વસ્તી પ્રમાણે આ યોજનામાં હજુ 1 લાખ જેટલામિત્રો જોડાઈ શકે એમ છે. છતાંય ક્યાંક આપણી આળસ કે નિરસતાને લીધે YSKમાં ના જોડાઈને કેટલાય યુવા મિત્રોના દુઃખદ નિધન બાદ શોક કે વસવસો જ કરવો પડે છે.કદાચ આપણે પોતેYSKમાં જોડાવામાં કે કોઈ સ્નેહીને જોડવામાં રહી-ચુકી કે ભૂલી ગયા હોઈએ તો પુનઃ YSK સભ્યપદ પ્રાપ્ત કરી સમાજના સ્વાભિમાની નાગરિક બનીએ... સામાજિકસંવેદનાનાસ્પંદનનો ધબકાર મહેસુસ કરીએ... અનેકોઈક પરિવારના આર્થિક આધારસ્તંભ બનવાનું ગૌરવ મેળવીએ..
- અત્યંતદુ:ખદ:હાલમાંતારીખ૧થી૨૫ એપ્રિલ સુધીમાં જ ૨૦ સભ્યો દિવંગત થયા છે. જે પૈકી ૧૪સભ્યોના મૃત્યુ કોરોનાથી થયેલ છે.જેના પરથી જ કોરોનાની ભયાનકતા સમજી શકાય છે.માટે સૌ મિત્રો સરકારશ્રીની ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરે તેવી અપીલ છે.