હાલની કોરોના મહામારીમાં ગંભીર પ્રકારના દર્દીઓને રક્તની જરૂર પડે છે પણ મહામારીને કારણે મોટાભાગની બ્લડ બેંકો રકતની તંગી અનુભવી રહી હોઈ, લોકોને આવા કપરા સમયે રક્તદાન માટે આગળ આવવા વિનંતી કરવામાં આવી રહી છે.
આવી પ્રવૃત્તિમાં સદાય અગ્રેસર રહેતા કચ્છ કડવા પાટીદાર સમાજના યુવાનોએ પણ સમય પારખી યોગ્ય પ્રતિસાદ આપ્યો છે અને ગુજરાતના સુરત ઉપરાંત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદમાં રક્તદાન શિબિરના કાર્યક્રમો યોજાયા છે.
સુરતમાં ૫૪ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ,સુરત
શ્રી કરછ કડવા પાટીદાર સનાતન યુવક મંડળ, સુરત તથા શ્રી કરછ કડવા પાટીદાર મહિલા મંડળ, સુરત દ્વારા 29/04/2021 ના ઉમભવન ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ નો મુખ્ય હેતુ એ હતો કે વેક્સિન લીધા પહેલા દરેક 18 થી 45 વય ના યુવાનો રક્તદાન અવશ્ય કરે કારણ કે વેક્સિન લીધા બાદ 3 થી 4 મહિના સુધી રક્તદાન નહિ કરી શકાય...
તો આ ઉમદા કાર્ય માટે યુવાનો નો તથા યુવતી ઓ નો ખૂબ જ સારા પ્રતિસાદ સાથે કુલ 54 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું...
અને હજુ પણ જે યુવાનો રક્ત દાન કરવામાં બાકી રહી ગયા હોય તે અચૂક નજીક ના રક્તદાન કેન્દ્ર ની મુલાકાત લઈ રક્તદાન અવશ્ય કરી આવે એવી વિનંતી કરવામાં આવી છે.
ઔરંગાબાદમાં ૪૪ ભાઈ-બહેનોએ રક્તદાન કર્યું
સરકાર દ્વારા તા. ૧ મે ૨૦૨૧ થી વર્ષ ૧૮ થી ૪૫ વર્ષ ના યુવાનો માટે રસીકરણ ( VACCINATION ) શરૂ થાય છે. રસી ( VACCINE ) લીધા પછી કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછા 60 દિવસ સુધી રક્તદાન કરી શકતો નથી એવી ડોકટરો દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે.
હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે રક્તની અને પ્લાઝમાની માગણી વધી રહી છે. બ્લડ બેંકોમાં રક્તની ખામીને અનુલક્ષી શ્રી કડવા પાટીદાર સમાજ – ઔરંગાબાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન તા.૨૯-૦૪-૨૦૨૧ ના રોજ પાટીદાર ભવન મુકામે શ્રી કડવા પાટીદાર યુવક મંડળ ઔરંગાબાદ અને ( ટીમ MMR - મરાઠવાડા વિભાગ )ના સહયોગ થી કરવામાં આવેલ.
આ શિબિરમા ૪૪ ભાઈ બહેનોએ રક્તદાન કરી આ સેવાકાર્યમાં યોગદાન આપેલ છે.
રક્તદાન શિબિરને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખશ્રી રમેશ શિવજીભાઇ ચૌહાણ, મંત્રીશ્રી ધીરજ પ્રભુલાલ સાંખલા, આરોગ્ય મંત્રીશ્રી રમેશ મગનભાઈ સાંખલા અને સમસ્ત શ્રી કડવા પાટીદાર યુવક મંડળ ઔરંગાબાદ અને ટીમ MMR મરાઠવાડા વિભાગના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.