Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

ફુલહારથી સમૂહલગ્ન ! કોરોનાની ગાઈડ લાઈન પાળવા કોટડા (જ) સમાજે પરંપરા તોડી...૧૦ નવયુગલોને વારાફરતી બોલાવી લગ્નવિધિ કરાવી...14951495 Views

  

ફુલહારથી સમૂહલગ્ન ! કોરોનાની ગાઈડ લાઈન પાળવા કોટડા (જ) સમાજે પરંપરા તોડી...૧૦ નવયુગલોને વારાફરતી બોલાવી લગ્નવિધિ કરાવી...

 

આજ રોજ અખાત્રીજના શુભ દિવસે શ્રી કોટડા (જડોદર ) કડવા પાટીદાર સમાજ આયોજિત ૨૬ મા સમૂહલગ્ન મહોત્સવમાં ૧૦ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.

કોટડા (જ.) પાટીદાર સમજવાડી મદયે હાલની કોવિડ 19 મહામારીના સંજોગો અનુસાર સાદાઈથી અને સંખ્યાની મર્યાદા જળવાય એ હેતુથી ક્રમ અનુસાર દરેક યુગલને અલગ અલગ ટાઇમ ફાળવેલ જેથી કરીને સરકારશ્રીની ગાઈડ લાઇનને અનુસરીને ખૂબ સારી રીતે આયોજન પાર પાડેલ.

ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનના પગલે અખાત્રીજના સમૂહલગ્નના કાર્યક્રમો રદ થયા હતા. આ વખતે મર્યાદિત લોકોની હાજરીમાં જ લગ્ન યોજવાની કડક સરકારી સૂચના અને સંક્રમણના ભયને કારણે તદ્દન સાદાઈથી ફૂલહાર વિધિથી લગ્ન સંપન્ન કરવામાં આવ્યા હતા.

સમૂહલગ્નમાં ભાગ લેનાર દરેક નવયુગલને દાતા ઓ તરફથી આપવામાં આવેલ ચીજવસ્તુઓ તથા કન્યાદાન આપવામાં આવેલ.

આ પ્રસંગે પાટીદાર સમાજ તેમજ પાટીદાર યુવક મંડળ તથા મહિલા મંડળના મુખ્ય હોદેદારો હાજર રહેલ હતા.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમૂહલગ્ન આયોજન સમિતિના પ્રમુખ મણિલાલભાઈ,મંત્રી શ્રી કિશોર નાયાણી, કોટડા સમાજના મંત્રી શાંતિભાઈ નાકરાણી, યુવક મંડળના મંત્રી હેમેન્દ્ર લીંબાણી અને મહિલા મંડળના મંત્રી મંજુલાબેન લીંબાણીના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106