મોરના ઈંડાને ચીતરવા ન પડે... કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી બનતા હિતેશ પાંચાણી
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ દ્વારા પ્રદેશ ભાજપ સાથે સંકલન સાધીને કચ્છ જિલ્લા અને મંડળના સંગઠનમાં ફેરફાર કરાયા છે, જેમાં ભાજપના જિલ્લા યુવા મોરચાના મહામંત્રી તરીકે નખત્રાણા તાલુકાના પાલનપુર ( બાડી )ના હાલે ભુજ રહેતા હિતેશ ડાહ્યાભાઈ પાંચાણીની વરણી કરવામાં આવી છે.
નાની ઉંમરે જ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હિતેશ પાંચાણી બે ટર્મ સુધી કર્મભૂમિ ડિવિઝનના રાજકીય કન્વીનર તરીકે સેવા આપી ચૂક્યા છે અને અત્યારે કર્મભૂમિ ડિવિઝન કચ્છ રિજીયનના પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓ ભુજ લક્ષ્મીનારાયણ સમાજના આમંત્રીત સભ્ય પણ છે.
હાલમાં તેઓ કચ્છ જિલ્લા યુવા મોર્ચાના મંત્રી તરીકે કાર્યરત હતા પણ નવી વરણીમાં તેમને પ્રમોશન આપી મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
તેમના પિતા ડાહ્યાભાઈ પાંચાણી પાલનપુર ગામના સરપંચ ઉપરાંત વરસોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને પાવરપટી વિસ્તારમાં પક્ષના મૂળીયા મજબૂત કરવામાં દેવજી માવજી લીંબાણી સાથે તેમનો પણ સિંહ ફાળો રહ્યો છે.
હિતેશભાઈને તેમની આ વરણી બદલ ઠેર-ઠેરથી અભિનંદન મળી રહ્યાં છે.