કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ બનતા પરસોત્તમભાઈ વાસાણી
સાંયરા યક્ષના પ્રગતિશીલ ખેડૂત અને પાટીદાર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ લાલજીભાઈ વાસાણીની કચ્છ જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતાં નખત્રાણા વિસ્તારમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.
લક્ષ્મીનારાયણ મંદિર સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપરાંત કેન્દ્રીય સમાજની નખત્રાણા ઝોન ન્યાય સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે.
૨૦૧૯ માં યોજાયેલ સાંયરા યક્ષ ગામના સ્વર્ણિમ મહોત્સવમાં આયોજન સમિતિના પ્રમુખ તરીકે તેમની નોંધપાત્ર કામગીરી રહી હતી અને આ વિરાટ સફળ આયોજનને બધાએ બિરદાવ્યું હતું.
કચ્છમાં ખેડૂતોને લગતા અનેક પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ છે ત્યારે તેના ઉકેલ માટે પરસોત્તમભાઈ વાસાણી સંન્નિષ્ઠ પ્રયાસ કરશે તેવી અપેક્ષા કિસાનો રાખી રહયા છે.