Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

વિધાતા આટલો ક્રુર કેમ? લગ્નના બે દિવસ પહેલાં જ દીકરીના પિતાનું કોરોનાથી મોત તો તેના તેરમા દિવસે મોટા બાપુજીને કોરોના ભરખી ગયો...આખરે બડવાહ આશ્રમમાં સાદાઈથી પ્રસંગ આટોપ્યો.. ઈન્દોરના કાનાણી પરિવારની દુઃખદ દાસ્તાન...13201320 Views

વિધાતા આટલો ક્રુર કેમ? લગ્નના બે દિવસ પહેલાં જ દીકરીના પિતાનું કોરોનાથી મોત તો તેના તેરમા દિવસે મોટા બાપુજીને કોરોના ભરખી ગયો...આખરે બડવાહ આશ્રમમાં સાદાઈથી પ્રસંગ આટોપ્યો..
ઈન્દોરના કાનાણી પરિવારની દુઃખદ દાસ્તાન...

( ભીમજીભાઈ કરમશીભાઈ જાદવાણી ઈન્દોર દ્વારા )                                                 

ઘરે દીકરીના લગ્ન લેવાના હોય..મંગળ ગીતો ગવાતાં હોય અને જાનના આગમનને માત્ર બે દિવસની વાર હોય ત્યાં અચાનક જ જેના કાળજાનો કટકો હોય તેવી દીકરીનો બાપ કોરોનાને કારણે મૃત્યુના ખપ્પરમાં હોમાઈ જાય ત્યારે તે પરિવાર પર દુઃખના કેવા પહાડો તુટી પડતા હશે?
કચ્છમાં વિરાણી મોટીના અને ઈન્દોર રહેતા કાનાણી પરિવાર પર જે વિત્યું છે તેની દાસ્તાન સાંભળીએ તો ભલભલાના રદય થડકારો ચૂકી જાય...વિધાતા આટલો બધો ક્રુર કેમ બનતો હશે?
સાગર,મધ્ય પ્રદેશથી જાન આવવાની હતી...
સ્થાનીય ધાર રોડ ઇન્દોર સમાજના કાનાણી પરિવારની ચિ. સૌ. કા. હિમાંશી (સુપુત્રી- ગં. સ્વ. કોમલબેન અને સ્વ.જયકિશોરભાઈ કાનાણી કચ્છમાં વિરાણી મોટી) ના શુભલગ્ન સાગર (મ.પ્ર.) નિવાસી ચિ. પિયુષ કુમાર (સુપુત્ર અ. સૌ. ઉર્મિલાબેન અને ગોવિંદભાઈ છાભૈયા કચ્છમાં લક્ષ્મીપર) સાથે ૧૦ ડિસેમ્બર નિરધાર્યા હતા પણ દીકરીના પિતા જયકિશોરભાઈ કાનાણીનું કોરોના મહામારીમાં મૃત્યુ થતાં નિર્ધારિત લગ્નને મોકૂફ રાખવામાં આવેલ.
તેરમા દિવસે દીકરીના મોટા બાપુજી પણ રજા લઈ ગયા...
વિધીની વક્રતા જુઓ કે સ્વ.જયકિશોરભાઈની બારસ પતાવી ને તેરમે દિવસે જ  દીકરીના મોટા પપ્પાને પણ કોરોના ભરખી ગયેલ...શું થાય? લાચાર માનવી કુદરતના નિર્ણય આગળ બીજું કરી પણ શું શકે? કેન્દ્રીય સમાજના પ્રમુખ અબજીભાઈ કાનાણીના આ બંને સગા ભત્રીજા થતા હતા.
ઈન્દોરમાં લોકડાઉનના કારણે બડવાહમાં પ્રસંગ પતાવ્યો...
દીકરીને વળાવવી હતી જેથી ફરીથી લગ્નની તારીખ નક્કી કરી પરંતુ ઈન્દોર જીલ્લામાં કરોનાને લીધે લગ્ન પ્રસંગો પ્રતિબંધીત હોવાથી તાબડતોબ પુરો પ્રોગ્રામ બડવાહ  ગોઠવવામાં આવેલ.
તા. ૪ જુન ૨૦૨૧ ના રોજે નર્મદાના પાવન તીરે શ્રી રાધાકૃષ્ણ મંદિર બડવાહ(મ.પ્ર.) ખાતે સુશ્રી. ભારતીદીદીના આશીર્વાદ અને સાન્નિધ્યમાં આ લગ્ન સંપન્ન થયેલ. આ પ્રસંગ બાદ ઉપસ્થિત સર્વે મહેમાનોએ હરિઓમ આશ્રમમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ.. 
કપરી સ્થિતીનો સામનો કરી ઈશ્વરે હિમ્મત આપી સાથે ભાઈયાતના વડીલ યુવા સાથીઓના અથાક સહયોગથી અને ભારતી દીદીના માર્ગદર્શનથી આ પ્રસંગ પાર પાડેલ.
તા. ક. ભારતી દીદીએ સૂચન કરેલ કે આપણી સમાજ માં કોઈને પણ નર્મદા તીરે આ સ્થાને આવો પ્રસંગ કરવાની ઈચ્છા હોય તો અવશ્ય જણાવશો... 
 
 
 
 
ReplyForward

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106