બેઈમાનીથી ઘરમાં સાધનો વધશે, જયારે ઈમાનદારીની રોટીથી સુખ મળશે
- મોરારિબાપુ
શાંતિ જોઈએ છે? સુખ જોઈએ છે? ઈમાનદારી શાંતિ આપશે, સુખ આપશે. વાત એક ફક્કડ અને મસ્ત મહાત્માની છે. પુરા પરિવ્રાજક. ઠેક ઠેકાણે ફરતા રહે, ભિક્ષા કરીને ખાય અને હરિસ્મરણમાં મસ્ત રહે. એક વખત ફરતા ફરતા એક નાનાં ગામમાં જઈ પહોંચ્યા છે. નાનકડાં ઝુંપડામાં વૃદ્ધ માતાજી છે તેને ત્યાં ભિક્ષા લેવા જાય છે. સાધુ આવ્યા છે તેનો માને હરખ છે. વૃદ્ધ માતાજી એમને એક રોટી આપે છે. રોટી સ્વીકારી ને સાધુએ પૂછ્યું કે ‘મા, તું ઝુંપડીમાં રહે છે, તું દુ:ખ નહીં લગાડતી પરંતુ મારું એક વ્રત છે. જેની પોતાની કમાઈની રોટી હોય તેને ત્યાં જ હું ભિક્ષા કરું છું. ભૂખ લાગી હતી, એટલે જે ભિક્ષા આપી તે લઈ લીધી છે, પરંતુ આ રોટી તારી ઈમાનદારીની જ છે ને? પૂછી લઉં જેથી મારું વ્રત ન તૂટે.’
‘મને ક્ષમા કરો બાબા.’ કહી માતાજીએ રોટી પછી લઈ લીધી છે. આંખમાં આંસુ આવી ગયા છે. બાબા, હું તો કોઈ વ્રત નથી કરતી, અમારું એવું શું ગજું કે અમે કઠોર વ્રત કરીએ, પરંતુ મારે લીધે તમારું વ્રત તૂટે એ પણ મને સ્વીકાર્ય નથી. હું એવા અપરાધમાં નથી પડવા માંગતી.’ ‘અરે મા’, મહાત્માને સમજાયું નહીં. કેમ? તું આટલી નાની ઝુંપડીમાં રહે છે, તારી સાદાઈ, તારી જીવવાની સ્થિતિ કહે છે કે તારા જીવનમાં બેઈમાની ન હોય, તો રોટી પાછી કેમ લઇ લે છે? મહેરબાની કરીને તારી વાત મને જરા વિગતથી સમજાવ.
માજી કહે ‘બાબા, માફી માંગું છું પણ એ રોટીમાં થોડી બેઈમાની આવી ગઈ છે!’ પૂછે કઈ રીતે ? માતાજીએ કહ્યું કે ‘જે ઘઉંમાંથી આ રોટી બનાવી છે તે જયારે હું સાફ કરતી હતી, ત્યારે મારા ઘરમાં અજવાળું નહોતું, એથી પાડોશીના ઘરમાં જઈ ઘઉં સાફ કર્યા છે. તેની બારીમાંથી રોશની આવતી હતી, તેના ઘરમાં થોડો પ્રકાશ હતો ત્યાં જઈ ઘઉં સાફ કર્યા અને સાથે સાથે મારું થોડું કામ પણ કરી લીધું છે ! બીજાના અજવાળામાં મેં મારું કામ પૂરું કર્યું છે, એટલે બાબા, આ મારી પૂરી ઈમાનદારીની રોટી નથી!’
મારાં ભાઈ-બહેનો, એક સમયે હિન્દુસ્તાન જીવતું હતું આવી ઈમાનદારી પર, આજની વાત છોડો. ‘અયોધ્યાકાંડ’ કહે છે કે બીજાના હક્કનું ન છીનવો. ભગવાન રામે કહ્યું મારા ભરતને રાજ્ય મળી જાય. ભરતજી કહે રામને મળે. દશરથજીએ તો છોડી જ દીધું હતું. લખન તો સાવધાન છે, શત્રુઘ્ન મૌન છે, જાનકી વનમાં જવા તૈયાર છે. રાજ્યના સંગમાં નહીં, રામના સંગમાં રહેવું છે એને. શું અર્થ છે આનો? તમારા હક્કનું લો. જે બેઈમાનીથી પ્રાપ્ત કરે છે તેનાં ઘરમાં સાધન તો બહુ પ્રાપ્ત થાય છે, પણ સુખ નથી મળતું. ભજનને ડેવલપ થવા દો, આપોઆપ જીવનમાં સાદાઈ આવશે અને સુખ આવશે.
જેને શાંતિ જોઈએ એ આવે મેદાનમાં. લોકોને શાંતિ જોઈએ છે પરંતુ બેઈમાની નથી છોડવી. શાંતિ કોઈ પદાર્થ થોડો છે કે રસગગુલ્લાની જેમ તમારા મોઢામાં નાખી દીધાં? શાંતિ જોઈતી હોય તો જરા રાજકુમાર બનીને આવો. જરા ઠાઠ માઠથી આવો, શાંતિ તમારી સાથે વિવાહ કરશે, તમારા ગાળામાં જયમાલા પહેરાવશે, પણ બેઈમાની બનીને નહિ આવો. જાનકીજીના સ્વયંવરમાં દસહજાર રાજાઓ બેઈમાન બનીને ગયા, સીતાજી નહિ મળ્યાં એમને.
ધુક્ષ લવલ ડલ ઊઇંરુવ રૂળફળ બઉંજ્ઞ ઈછળમણ ટફળઇ ણ ચળફળ ॥
દસ હજાર રાજાઓ સીતાજીને પ્રાપ્ત કરવા જનકપુર ગયા હતા, પણ ઊંધે માથે પડ્યા. સીતાને પ્રાપ્ત ન કરી શક્યા. પોતાના ઇષ્ટદેવને યાદ કરતાં કરતાં ઊઠયા હતા. અમારે એક સંત તો કહી રહયા હતા, ભગવાન જાણે કોણ એમના ઇષ્ટદેવ હતા. કોઈ નામ તો નથી લખ્યું રામાયણમાં તુલસીદાસજીએ તો લખી દીધું કે ઇષ્ટદેવને યાદ કરીને દસહજાર ઉઠ્યા, ધનુષ્ય તૂટ્યું તો નહિ, તુલસીદાસને લખવું પડ્યું કે તલના દાણા જેટલુંયે હઠાવી ન શક્યા. અને ગોસ્વામીજીનો સંકેત એ હતો કે ન જાને કેટલા કેટલા, દસહજાર ઊઠયા, પણ એ બધાના ઇષ્ટદેવ જે રંગમંચ પર વિરાજિત હતા, એ મારા રામજીને પ્રણામ કરીને ગયા હોત તો ધનુષ્ય તૂટી ગયું હોત અને જાનકી એમના ભાગ્યમાં જતે.
લરૂ ર્પૈખધ્વ ટે ર્પૈખૂ ઊઇં ર્લૂૈડફ રુરૂલડ રુરૂલળબ ॥
દુનિયાભરના ઇષ્ટોના ઇષ્ટ મંચ પર બેઠા હતા, તેમની સામે જરા ઝૂકી જતે, તો હું વચન આપું કે ધનુષ્ય તૂટી જતે. પણ આ મૂઢ રાજાઓ કેવી રીતે સમજે? શાંતિ જોઈએ તો ઈમાનદારી જોઈએ.
તમારા હકનું લો. રથ તો મળી જાય છે, હક્ક છોડી દો. ફરજ છોડો, બેઈમાની કરે છે. એક બાજુ અભાયતાનો કિલ્લો કરી દો, એકબાજુ નમ્રતાનો કિલ્લો કરી દો, ગીતાની સર્વે સંપદા તમારી પાસે આવી જાય. એક બાજુ અભયાતાનો સેનાપતિ ને બીજી બાજુ નીતિમત્તા. એક બાજુ વ્યક્તિ નમ્ર થઈ જાય, એક બાજુ અભય બની જાય, તો તમારી તિજોરીમાં આપોઆપ સંપદા આવી જાય. સુરક્ષા આવી જાય. નિજી જીવન - પરિવારને સુખી કરો. તમે પણ આંનદમાં રહો. પછી કહવું નહિ પડે, તમારા નિજી જીવનમાં સાદગી આવી જશે. આગ્રહ નથી. હું બેચાર વાર કહી ગયો છું, સાધુએ સાદાઈથી રહેવાનું છે, આખા સંસારે સાદાઈથી રહવાની જરૂર નથી. મોજ કરો બાપ ! પણ રામ ભજો, પરમાત્માનું સુમિરન કરો. સારામાં સારા કપડાનું પેન્ટ પેહરો, પણ ‘માનસ’ ની ચોંપાઈઓ ગાઓ. હું તમને પ્રણામ કરું. અને ‘માનસ’ ગાતાં ગાતાં તમારામાં સાદગી આપોઆપ ચરિતાર્થ થવા માંડશે. પછી પેલો શેર મને યાદ આવે છે,
‘સાદગી શ્રીંગાર બન ગઈ, આયનો કી હાર હો ગઈ.’
સાદગી સ્વયં શૃંગાર બની ગઈ. બિલકુલ સાચું છે. કબીર કેટલા વહાલા લાગે. ગુરુ નાનકદેવ કેટલા સારા લાગે ! અરે ! દિગમ્બર એક પણ કપડાં ન પહેર્યા, પણ મહાવીર કેટલા સુંદર લાગે. બુદ્ધની વાત જ ક્યાં થાય? બાપ ! હક્કનું લો. નાહકનું નહીં. સુખ પણ નથી મળતું, કેવળ સાધનો મળે છે. સુખ મળે લૂઈં ક્ષળ્રૂળ લૂઈં ક્ષળ્રૂળ, ફવજ્ઞપ ટજ્ઞફિ લૂઈં ક્ષળ્રૂળ નિજ જીવનમાં સાદાઈ લાવો, સાધુતામાં બીજું શું જોઈએ ? સુખ મળશે. જીવન એટલું સાદું હો કે બીજાને આપણાથી કષ્ટ ન થાય. સાદગીને ધીરે ધીરે આવા દો, કોશિશ પણ ન કરો, ખેંચીને ન લાવો. ફૂલને તમારી આંગળીઓથી ન ખોલો, સવાર થતાં એની મેળે ખૂલશે. બેઈમાની મિટાવો. કથામાં આવવાથી બેઈમાની મટે છે.