Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

કોરોના કાળમાં વતનપ્રેમ ઝળક્યો: અમેરીકા રહેતા રવાપરના ચંદુભાઈ જાદવાણીની સંવેદના જાગી ઉઠી અને પાંચ ઓક્સિજન કૉન્સન્ટ્રેઈટર મશીન મોકલી આપ્યાં...398398 Views

કોરોના કાળમાં વતનપ્રેમ ઝળક્યો: અમેરીકા રહેતા રવાપરના ચંદુભાઈ જાદવાણીની સંવેદના જાગી ઉઠી અને પાંચ ઓક્સિજન કૉન્સન્ટ્રેઈટર મશીન મોકલી આપ્યાં...

ભારતીયો વ્યવસાય કે નોકરી અર્થે વિદેશમાં ગમે તે જગ્યાએ વસતા હોય પણ તેમનું રહ્દય પોતાના દેશ અને વતન માટે સદાય ધબકતું જ રહે છે..કુદરતી આફત કે અન્ય કપરા સમયે તેમની સંવેદના ઝળકતી રહે છે.

હાલની કોરોના વૈશ્વિક મહામારીમાં ભારતમાં ઓક્સિજનની કમીના અહેવાલ વાંચીને સાત સમંદર પાર અમેરીકા રહેતા મૂળ રવાપરના ચંદુભાઈ કરમશીભાઈ જાદવાણીની સંવેદના પણ જાગી ઉઠી અને નખત્રાણામાં અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ચાલતા કોવિડ સેન્ટર માટે પાંચ ઓક્સિજન કૉન્સન્ટ્રેઈટર મશીન મોક્લી આપેલ છે.

ચંદુભાઈ જાદવાણી ૧૯૯૭ થી અમેરીકાના પેન્સિલવેનિયા રાજ્યમાં સ્થાયી થયા છે અને કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે કામ કરે છે. ઈન્દોર રહેતા જાદવાણી પરિવારના મહામંત્રી ભીમજીભાઈ જાદવાણીના તેઓ ભાઈ થાય છે. 

નખત્રાણાના પાટીદાર કોવિડ કેર સેન્ટરની સેવાકીય કામગીરી જાણી,પોતાના વતન માટે કંઈક કરી છુટવાની ભાવના સાથે શ્રી ચંદુભાઈ જાદવાણીએ ત્યાંથી પાંચ ઓક્સિજન મશીન મોક્લી આપેલ છે.

આજે નખત્રાણામાં પાટીદાર કન્યા છાત્રાલયમાં કોવિડ કેર સેન્ટર ખાતે દાતા ચંદુભાઈ જાદવાણીના ભાઈ ભીમજીભાઈ જાદવાણી દ્વારા આ ઓક્સિજન મશીનો કેન્દ્રીય સમાજના પ્રમુખશ્રી અબજીભાઈ કાનાણીને અર્પણ કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે સમાજના ટ્રસ્ટી રામજીભાઈ નાકરાણી, ઉપપ્રમુખ ડૉ. શાંતિલાલ સેંઘાણી , ખજાનચી શ્રી છગનભાઇ રૈયાણી, નખત્રાણા કન્યા છાત્રાલય કન્વીનરશ્રી પ્રવિણભાઇ ધનાણી ઉપસ્થિત રહ્યા હતા.

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106