Contact Us

Address :

Email :

Tel :

Opp. Kanya Shala, Nakhatrana, Gujarat 370615

info@paatidarsaurabh.com

+91 98256 39106

અષાઢમાં અખાત્રીજ: સત્સંગ સમાજ આયોજિત ૪૦ મા સમૂહલગ્નમાં ૧૦ નવદંપતીઓના પ્રભુતામાં પગલાં465465 Views

અષાઢમાં અખાત્રીજ: સત્સંગ સમાજ આયોજિત ૪૦ મા સમૂહલગ્નમાં ૧૦ નવદંપતીઓના પ્રભુતામાં પગલાં

શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ દ્વારા ૪૦ મો સમૂહલગ્નોત્સવ અષાઢ સુદ પાંચમને તા. ૧૫/૭/૨૦૨૧ ના રવાપર ખાતે યોજાયો હતો જેમાં ૧૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.
સત્સંગ ભવન રવાપર ખાતે કોરોના ગાઈડ લાઈન મુજબ યોજાયેલા આ સમૂહલગ્ન સમારોહમાં કચ્છ તેમજ પરદેશથી સત્સંગ સમાજના અગ્રણીઓ અને ભાગ લેનાર વર-કન્યાના પરિવારજનો મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વહેલી સવારના ૬-૩૦ કલાકે લગ્ન વધામણાં, ૭ કલાકે માંડવા અને ૯-૩૦ કલાકે હસ્તમેળાપની વિધિ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ભોજન બાદ બપોરના એક વાગ્યે કન્યા વિદાયનો કાર્યક્રમ યોજાયેલ.
૪૦ મા સમૂહલગ્નના અન્ન દાતાશ્રી બનવાનું સૌભાગ્ય  રામજીભાઈ દેવશીભાઈ સાંખલા પરિવાર નેત્રા- અંજારને મળ્યું હતું. પત્રિકાના દાતા તરીકે શ્રીજી સીરામીક ગ્રુપ, રવાપર - મોરબી રહ્યું હતું. નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઈ પટેલ આ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સત્સંગ સમાજના પ્રમુખ હરિભાઈ કેશરાભાઈ ભગત-મોરબી, ઉપપ્રમુખ વાલજીભાઈ હરજીભાઈ ચૌહાણ-દોલતપર અને કુંવરજીભાઈ કરશનભાઈ પોકાર- નડિઆદ, મહામંત્રી વાલજીભાઈ હીરજીભાઈ ચૌહાણ- દહાણુરોડ, ખજાનચી રામજીભાઈ નારણભાઈ નાકરાણી-નડિઆદ, હસમુખભાઈ દેવજીભાઈ પોકાર-દયાપર સહિતના અગ્રણીઓએ આ સમારોહમાં હાજરી આપી હતી.
કોરોના મહામારીને લઈ, ગત વર્ષે અને આ વર્ષે અખાત્રીજના રવાપરમાં યોજાતા સમૂહલગ્ન રદ કરવાની આયોજકોને ફરજ પડી હતી, પણ અગાઉ નોંધાયેલા પરિવારોની લાગણીને ધ્યાનમાં લઈ સમાજ દ્વારા કોરોના મહામારી હળવી થતાં આ આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

Contact

Email : info@patidarsaurabh.com

Tel : +91 98256 39106